Western Times News

Gujarati News

ક્વિન્સલેન્ડના સ્વાસ્થ્ય મંત્રીના નિવેદન બાદ ટેસ્ટ અંગે સવાલ

Files Photo

ક્વીન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે વધારે કડક નિયમ લાગુ કરાયા છે જેમાં ભારતીય ટીમ પર પણ ઘણાં સવાલ ઉઠી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના રાજ્ય ક્વીન્સલેન્ડના સ્વાસ્થ્ય મંત્રીએ કરેલા નિવેદન પર બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) વિચાર કરી રહ્યું છે. જેમાં ટેસ્ટ સીરિઝ પૂર્ણ થશે કે નહીં તેની સામે સવાલો અને ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.

ક્વીન્સલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી રોજ બેટ્‌સના નિવેદન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ફરી એકવાર વિચાર કરી રહ્યું છે કે ગાબામાં ચોથી ટેસ્ટ ટીમ રમે કે નહીં. બેટ્‌સે કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓએ તમામ નિયમોનું પાલન કરવું પડશે અથવા આવું નથી કરતા તો તેમણે બ્રિસબેન ના આવવું જાેઈએ.

એએનઆઈએ બીસીસીઆઈના અધિકારીઓ દ્વારા મળેલી વિગત પ્રમાણે લખ્યું છે કે, “જાે કોઈ જનપ્રતિનિધિ નથી ઈચ્છતા કે ટીમ જાય અને રમે, તો એ દુખદ છે. તેનાથી ભારતીયોની છબી ખરાબ કરવામાં આવી રહી છે. હું તમને આશ્વસ્ત કરું છું કે દરેક નિયમોનું પાલન કરવા સિવાય બીજુ કશું જ ના કરવું જાેઈએ. રોહિત શર્માનું સખત ક્વોરન્ટીનમાં રહેવાનું પણ તેનું એક ઉદાહરણ છે. અમને ઓસ્ટ્રેલિયાના ફેન્સ તરફથી ઘણો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. અમે તેમના માટે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે કોઈ પ્રકારની મુશ્કેલી ઉભી કરવા નથી માગતા.”

ઓસ્ટ્રેલિયાના મીડિયામાં સૂત્રો દ્વારા જણાવાતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય ખેલાડીઓએ ફરી સખત ક્વોરન્ટીનમાં જવાનો વિરોધ કર્યો છે. ખેલાડીઓનું કહેવું છે કે તેઓ પાછલા ૬ મહિનાથી ક્વોન્ટીન જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ સિવાય ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કાર્યકારી મુખ્ય અધિકારી, નિક હોકલે સોમવારે સ્પષ્ટતા કરી છે કે ભારતે બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ વિશે ઔપચારિક રીતે કશું કહ્યું નથી. હજુ સુધી સીરિઝ નક્કી કરેલા આયોજન પ્રમાણે આગળ વધી રહી છે.

હોકલે એમ પણ કહ્યું છે કે, બીસીસીઆઈ તરફથી ઔપચારિક રીતે કશું કહેવામાં નથી આવ્યું. અમે રોજ બીસીસીઆઈમાં અમારા સમકક્ષ સાથે વાત કરતા રહીએ છીએ અને અમને પાછલા ૨૪ કલાકમાં સ્પષ્ટ કર્યું છે કે બ્રિસબેનમાં શું જરુરિયાત છે.
ક્વીન્સલેન્ડના રમતગમત મંત્રી ટિમ મેન્ડરે પણ કહ્યું હતું કે દરેક માટે સમાન નિયમ લાગુ કરાય છે. તેમણે સાથે એ પણ કહ્યું કે ભારતીયોને ક્વોરન્ટીન નિયમોને તોડવાનો કોઈ હક નથી. તેમણે એ પણ કહ્યું કે, જાે બ્રિસબેનમાં ભારતીય ખેલાડીઓ નિયમોનું પાલન નથી કરવા માગતા તો મને લાગે છે કે તેમણે ના આવવું જાેઈએ.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝ શિડ્યુલ કરવામાં આવી હતી. હવે ત્રીજી મેચ સિડનીમાં ૭ જાન્યુઆરીથી રમાવાની છે, જે પછી ક્વીન્સલેન્ડના બ્રિસબેન શહેરમાં ચોથી ટેસ્ટ મેચ રમાવાની છે. હાલ સીરિઝ ૧-૧ની બરાબરી પર છે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમે વનડે સીરિઝ ગુમાવ્યા બાદ ્‌૨૦ સીરિઝમાં શાનદાર કમબેક કર્યું હતું. આ પછી બન્ને ટીમો વચ્ચે શરુ થયેલી ટેસ્ટ મેચમાં પહેલી મેચમાં કંગાળ હાર બાદ બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ ફૂલ ફોર્મમાં દેખાઈ હતી અને સીરિઝ ૧-૧ની બરાબરી પર કરવામાં સફળ રહી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.