ક્વિન એલિઝાબેથનો બર્થ ડે વર્ષમાં બે વખત ઉજવાય છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/queen-elizabeth-2-scaled.jpg)
લંડન: ક્વિન એલિઝાબેથને ૨૧ એપ્રિલે ૯૫ વર્ષ પુરા થયા. જાેકે તેમના પતિ ડ્યુક ઓફ એડનબર્ગ ફિલિપના અવસાનના કારણે જન્મ દિવસની ઉજવણી થઈ નહોતી. ફિલિપનું અવસાન ૧૦૦મી જન્મ ઉજવણીના થોડા સપ્તાહ પહેલા જ ૯૯ વર્ષની ઉંમરે થયું હતું. ક્વિન એલિઝાબેથે વર્ષમાં બે વખત જન્મદિવસ ઉજવે છે. તેમનો જન્મ ૨૧ એપ્રિલ ૧૯૨૬ના રોજ થયો હતો. આ તેમનો વાસ્તવિક જન્મદિવસ છે.
જાેકે સત્તાવાર જન્મદિવસ જૂન મહિનામાં બીજા શનિવારે આવે છે. ક્વિન સામાન્ય રીતે તેનો વાસ્તવિક જન્મદિવસ તેના પરિવાર સાથે ઉજવે છે. ૨૧ એપ્રિલના રોજ હાઇડ પાર્કમાં ૪૧ બંદૂકની સલામી, વિન્ડસર ગ્રેટ પાર્કમાં ૨૧ બંદૂકની સલામી અને ટાવર ઓફ લંડનમાં ૬૨ બંદૂકની સલામી અપવામાં આવે છે. જ્યારે તેના સત્તાવાર જન્મદિવસ પર દેશમાં ભવ્ય ઉજવણી થાય છે.
પરંપરાગત સમારોહ ટ્રોપિંગ ઓફ કલર્સ પરેડ દ્વારા માહોલ સર્જાય છે. બ્રિટિશ શાસકોના સત્તાવાર જન્મદિવસ નિમિત્તે ૨૬૦ વર્ષથી વધુ સમયથી આ સમારોહ મનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પરેડમાં ૧૪૦૦થી વધુ સૈનિકો, ૨૦૦ ઘોડા અને ૪૦૦ સંગીતકારો શામેલ હોય છે. આ પરેડ રાણીના સત્તાવાર નિવાસસ્થાન બકિંગહામ પેલેસથી શરૂ થાય છે અને ડાઉનિંગ સ્ટ્રીટ નજીક વ્હાઇટહોલ ખાતેના મોલ ઓફ હોર્સ ગાર્ડ્સ પરેડ તરફ આગળ વધે છે અને પછી ફરી પછી ફરે છે.
ત્યાર બાદ શાહી પરિવાર પરંપરાગત સમારોહના ભાગ રૂપે મોલની મુસાફરી કરે છે. લોકોને તેમના નિવાસસ્થાન બકિંગહામ પેલેસની બાલ્કનીમાંથી શુભેચ્છા આપે છે. આ સમારોહ માટે આરએએફ વિમાનોની જાજરમાન પરેડ પણ યોજાય છે. શાહી પરિવારના નિયમો મુજબ શાહી શાસકનો સત્તાવાર જન્મદિવસ ઉનાળા દરમિયાન સાર્વજનિક રૂપે ઉજવવો જરૂરી છે. આ સમયે હવામાન સારું હોય છે. કિંગ જ્યોર્જ દ્વિતીય દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.