Western Times News

Gujarati News

ક્વોડ બાઈક ઉપર વરુણ ધવનની થઈ હતી એન્ટ્રી

મુંબઈ: બોલિવુડ એક્ટર વરુણ ધવને ૨૪ જાન્યુઆરીએ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરી લીધા છે. મર્યાદિત મહેમાનોની હાજરીમાં વરુણ અને નતાશાએ અલીબાગમાં સાત ફેરા લીધા હતા. લગ્ન દરમિયાન નો ફોટો પોલીસીને કારણે એકપણ તસવીર બહાર આવી નથી. જાે કે, હવે લગ્ન પૂરા થયા બાદ વરુણ-નતાશાના લગ્નની વિવિધ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કેટલીક તસવીરો વરુણ ધવને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. તો કેટલીક તસવીરો આમંત્રિતો દ્વારા શેર કરવામાં આવી છે. વરુણ-નતાશાના લગ્નની સામે આવી રહેલી તસવીરો પરથી લાગી રહ્યું છે કે, તેમનો પ્રસંગ કોઈ પરીકથાથી ઓછો નહીં હોય.

વરરાજા વરુણ પોતાની દુલ્હનિયાને પરણવા માટે ક્વોડ બાઈક પર પહોંચ્યો હતો. વરુણના લગ્ન પહેલા ક્વોડ બાઈક રિસોર્ટમાં લઈ જવાતી હોય તેવો વિડીયો સામે આવ્યો હતો અને હવે ક્વોડ બાઈક પર બેસીને એન્ટ્રી લઈ રહેલા દુલ્હેરાજાની તસવીરો વાયરલ થઈ રહી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, વરુણ ધવને સલમાન ખાનની ફિલ્મ સલામ-એ-ઈશ્કના ગીત તેનું લેકે… પર એન્ટ્રી કરી હતી.

તસવીરમાં જાેઈ શકો છો કે શેરવાની અને પાઘડી પહેરેલો વરુણ ક્વોડ બાઈક પર પોતાની દુલ્હનિયાને લેવા જઈ રહ્યો છે. વરુણની એન્ટ્રી ઉપરાંત વરમાળાની પણ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આપણા ત્યાં સામાન્ય રીતે લગ્ન દરમિયાન થાય છે તેમ અહીં પણ વરમાળાની વિધિ વખતે વરુણને તેના ફ્રેન્ડ્‌સે ઊંચકી લીધો હતો. જ્યારે નતાશા ઊંચી થઈને તેને હાર પહેરાવાની કોશિશ કરી રહી છે.

તસવીરમાં નતાશા અને વરુણ બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. કપલે લગ્ન માટે મેચિંગ આઉટફિટ પસંદ કર્યો હતો.

બાદ વરુણે મિસ્ટર અને મિસિસ ધવનની પહેલી તસવીરો શેર કરી હતી. ત્યારે આજે સવારે વરુણે ટિ્‌વટ કરીને શુભેચ્છાઓ માટે સૌનો આભાર માન્યો હતો.

વરુણે લખ્યું હતું, “છેલ્લા થોડા દિવસમાં મને અને નતાશાને ખૂબ જ પ્રેમ અને પોઝિટિવિટી મળી છે. જેના માટે હું તમારા સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.