ક્વોરન્ટાઈનમાં ક્રિતી સેને સુશાંતની રાબતા ફિલ્મ જાેઈ
મુંબઈ: બોલીવુડના ઘણા એક્ટર્સને કોરોનાનો ચેપ લાગી ગયો છે. આ યાદીમાં હવે કૃતિ સેનનનું પણ નામ ઉમેરાયું છે. હજુ ગઈકાલે જ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જાેકે, પોતાને કોરોના થયો હોવાની જાણકારી આપતા ક્રિતીએ એમ પણ કહ્યું હતું કે તેની તબિયત સારી છે, અને તે પોતાના ઘરમાં જ ક્વોરન્ટાઈન થઈ છે. હાલ ક્રિતી ક્વોરન્ટાઈનમાં કઈ રીતે પોતાનો સમય પસાર કરી રહી છે તે વાત પણ તેણે શેર કરી છે.
જાેકે, તેણે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મૂકી છે તેને જાેઈને તેના ફેન્સ ઈમોશનલ થઈ ગયા છે. કૃતિએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટીવી સ્ક્રીનનો ફોટોગ્રાફ શેર કર્યો છે, જેમાં જાેઈ શકાય છે કે તે પોતાની સુશાંત સિંહ સાથેની ફિલ્મ રાબતા જાેઈ રહી છે. સુશાંત અને ક્રિતી વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ હતું. તેમની ફિલ્મ રાબતા ભલે ફ્લોપ થઈ હતી, પરંતુ તેમાં આ જાેડીએ કરેલા કામના વખાણ થયા હતા. ક્રિતીને ક્વોરન્ટાઈન દરમિયાન રાબતા ફિલ્મ જાેતી જાેઈને સુશાંતના ફેન્સ ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા, અને તેમણે ક્રિતીની આ પોસ્ટને ધડાધડ રીશેર કરવાનું શરુ કરવાની સાથે ક્રિતી જલ્દી સાજી થઈ જાય તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
રાબતામાં ક્રિતીએ સાયરા અને સુશાંતે શિવનું પાત્ર ભજવ્યું હતું. પોતાની પોસ્ટ સાથેના કેપ્શનમાં ક્રિતીએ લખ્યું હતું કે શીવ અને સાયરાને ઘણા લાંબા સમય બાદ ફરી જાેઈ રહી છું. તેની આ પોસ્ટ પર કમેન્ટ કરતા તેના અને સુશાંતના ફેન્સે કહ્યું હતું કે તું ફાઈટર છે, અને આશા છે કે તું કોરોનાને પણ જલ્દીથી હરાવી દઈશ.
ક્રિતી તાજેતરમાં જ પોતાની અપકમિંગ ફિલ્મનું ચંદીગઢથી શૂટિંગ કરીને પરત ફરી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ પણ કામ કરી રહ્યો છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેની માહિતી આપતા તેણે પોતાના ચાહકોને એવું પણ કહ્યું હતું કે કોરોના હજુ ગયો નથી. તેણે ચાહકોને પણ કોરોના સામે તકેદારી રાખવા વિનંતી કરી હતી.