ક્ષત્રિય સમાજ દરબાર કેળવણી મંડળ દ્વારા ભેંસાલ, સરાડીયા, દલવાડા સહીતના ગામોમાં વિનામુલ્યે નોટબુક વિતરણ
(પ્રતિનિધિ) શહેરા, શ્રી ક્ષત્રિય સમાજ દરબાર કેળવણી મંડળ દ્વારા શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક-ચોપડાઓનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે.વિદ્યાર્થીઓેને રાહતદરે ચોપડા-નોટબુક વિતરણને સારો એવો પ્રતિસાદ મળ્યો છે.
જેમા શહેરા ખાતેના વિતરણ કેન્દ્ર ખાતે મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓએ ખરીદી કરી હતી.સમાજના દાતાઓના સહયોગ પણ સાપંડ્યો છે.વધુમાં નવી પહેલના ભાગરુપે કેળવણી મંડળ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં જઈને પણ જરુરિયાતમંદ પરિવારોના બાળકોને વિનામુલ્યે નોટબુક ચોપડાનું વિતરણ કર્યુ હતુ.ગોધરા તાલુકાના રતનપુર કાટંડી તેમજ ઘાણીત્રા તેમજ શહેરા તાલુકાના દલવાડા, ભેસાલ, સરાડીયા સહીતના ગામોમાં વિનામુલ્યે નોટબુકનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.