ખંભાતનાં પરિવારને ધોળકા નજીક અકસ્માત નડયોઃ પાંચનાં મોત
અમદાવાદ, ધોળકા નજીક ગમખ્વાર અકસ્માતમાં પાલિતાણાની પરિક્રમા કરીને પાછા ફરતા ખંભાતના પરિવારને નડ્યો છે, કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થઇ હતી જેમાં ઇકો કારનાં કુરચા ઉડી ગયા હતાં. આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત છે.
અમદાવાદ નેશનલ હાઇવે સહિત રાજ્યનાં મુખ્ય માર્ગો પર અકસ્માતની ઘટના દરરોજ બનતી રહેતી હોય છે. પણ ઘણી વખત એવાં અકસ્માત સર્જાઇ જાય છે કે જે ભયંકર આઘાતજનક હોય છે આવો જ એક અકસ્માત ધોળકા નજીક બન્યો છે. આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો, આ દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. હાલમાં અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે આ ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતા સમયે તેમની કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, વટામણ ભાવનગર હાઈવે પર ઈકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર ટેન્કરમાં ઘૂસી ગઈ હતી, જેથી તેનો કચ્ચરધાણ નીકળી ગયો હતો.
આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. તો અન્ય ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખંભાતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ખંભાતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આણંદની કોઠ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો અકસ્માત બાદ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેથી પોલીસે વાહનોને હટાવીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.SSS