ખંભાતમાં ૫૮ વર્ષીય મહિલાએ ૨૪ દિવસ સુધી વેન્ટીલેટર ઉપર રહીને કોરોના ને માત આપી
ડોક્ટર સહિત આરોગ્ય કર્મીઓનું હકારાત્મક વલણ અને દર્દીના મક્કમ મનોબળની જીત
બ્રેસ્ટ કેન્સર ડાયાબિટીસ હોવા છતાં દર્દી જયાબેન સુથારે મક્કમતાથી કોરોનાને હરાવ્યો
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ ના કારણે દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જોકે જિલ્લામાં ખંભાત હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓની વધારો થતા હોઇ સામાન્ય રીતે દર્દીઓમાં પણ ભય હોય પણ અહીં એક મહિલા કે જેમને બીજા મોટા અને ગંભીર રોગ હોવા છતાં અને કોરોનાથી સંક્રમિત થયા બાદ ૨૪ દિવસ સુધી વેન્ટીલેટર ઉપર સારવાર મેળવી ને ખંભાતની 58 વર્ષીય મહિલાએ મહામારી સામે જીત મેળવી છે
બ્રેસ્ટ કેન્સર ડાયાબિટીસની બીમારી હોવા છતાં કોરોના ની સારવાર દરમિયાન તેઓએ મક્કમ મનોબળને કારણે અને તબીબો નર્સિંગ આરોગ્ય કર્મચારીઓ ના હકારાત્મક વલણના કારણે મજબૂત આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો હતો. તેઓ સ્વસ્થ બનતા હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી.
ખંભાતની માધવલાલ શાહ હાઈસ્કૂલમાં આચાર્ય રોહિતભાઈ સુથાર ના ધર્મપત્ની જયાબેનને શરૂઆતમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતાં આરટીપીસીઆર રિપોર્ટ કરાવવાની જરૂર પડી આ રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હોસ્પિટલમાં વોર્ડમાં દાખલ કરાયા હતા
જો કે ડાયાબીટીસની બિમારી હોવા ના કારણે જયાબેન ની તબિયત વધુ બગડવા સાથે ઓક્સિજન નું લેવલ પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું હતું પરંતુ પોતે સાજા થશે તેઓ ભરપૂર આત્મવિશ્વાસ ધરાવતા જયાબેનને ડોક્ટર સહિતના આરોગ્ય કર્મીઓ પણ સતત પ્રોત્સાહિત કરતા રહ્યા હતા
જોકે ઓક્સિજન લેવલ સમસ્યાને કારણે જયાબેનને વેન્ટિલેટર ઉપર સારવાર કરવામાં આવી હતી એક તરફ કોરોનાના ગંભીર દર્દીઓની શારીરિક સ્થિતિ વધુ વણસતી હોવા સહિતની ચર્ચાતી વાતો વચ્ચે હોસ્પિટલના ટ્રસ્ટીગણ તબીબો અને આરોગ્ય કર્મીઓ જયાબેનના પરિવારજનોને સતત સધિયારો આપતા રહ્યા હતા.
જોકે ૨૪ દિવસ સુધી વેન્ટીલેટર ઉપર સારવાર અને ૪૫થી ૫૦ લીટર ઓક્સીજનની જરૂરિયાત જયાબેનને હોઇ સારવારના સંઘર્ષ બાદ તેઓ સાજા થઈને ઘરે જશે તેઓ મક્કમ નિર્ધાર સાથે કોરોના ને મહાત આપવામાં તેઓ સફળ રહ્યા હતા.
ખંભાત સહિત પંથકના કોરોના ની સારવાર મેળવનાર દર્દીઓ માટે જયાબેન પોઝિટિવ દ્રષ્ટાંતરૂપ બન્યા છે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે કાર્ડિયાક હોસ્પિટલ ના પ્રમુખ જીગ્નેશ પટેલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રદીપ જાદવ ડોક્ટર દીપ વાસુ ડોક્ટર ઉજ્જવલ પટેલ ડોક્ટર હર્ષલ સોની ડોક્ટર મોહિત પટેલ સહિતના ડોક્ટરોની ટીમના તબીબો ટ્રસ્ટીગણ અને પેરામેડિકલ સહિત હોસ્પિટલના કર્મચારીગણ નો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
હું પહેલે થીજ મને વિશ્વાસ હતો , અને હું મક્કમ હતી , અને મારા હકારાત્મક વિચારો ને તબીબો અને આરોગ્ય કર્મી ઓ નો સાથ સહકાર મળ્યો અને આખરે હું હેમ ખેમ બહાર આવી , કોઈપણ દર્દ સામે દવા અને મન ની મક્કમતા થી પણ જીત મેળવી શકાય છે…. એવું દર્દી જયાબેન સુથારે સોં ને પ્રેરણા આપતો સંદેશ આપ્યો હતો.
વેન્ટિલેટર ઉપર ૨૪ દિવસ સુધી સારવાર મેળવ્યા બાદ કોરોના ની પકડ માં થી સ્વસ્થ થયેલ જયાબેન સુથારે જણાવ્યું હતું કે કોઈપણ દર્દ આવે તો તે સમયે ગભરાવવું જોઈએ નહીં કે ચિંતિત થવું જોઈએ નહીં પરંતુ આત્મવિશ્વાસ અને મક્કમતાથી આવી પડેલી સ્થિતિનો સામનો કરવા જ મનોબળ રાખવું જોઈએ.
જો કે કોરોના સંક્રમણથી બચવા સૌએ માસ્ક સહિત કોરોના ગાઇડ લાઇનનો સંપૂર્ણપણે પાલન કરવું હિતાવહ છે. એમ પણ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો