Western Times News

Gujarati News

ખંભાત કોમી હિંસા કેસમાં ભાજપના નેતા સહિત 18 વિરૂદ્ધ ફરિયાદ

ખંભાતમાં થયેલાં કોમી રમખાણોના સંદર્ભમાં પોલીસે ભાજપના માજી ધારાસભ્ય સંજય પટેલ સહિત 18 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. તમામ લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદમાં મોટા ભાગના ભાજપ તથા હિંદુવાદી સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો હોવાનું સામે આવી રહ્યું છે. તેમની સામે મંજૂરી વિના ટોળાં એકઠાં કરવા અને ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો ગુનો નોંધાયો છે.

ખંભાતમાં જેમની સામે ગુનો નોંધાયો છે તેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય સંજય પટેલ ઉપરાંત પિનાકિન બ્રહ્મભટ્ટ (શહેર ભાજપ પ્રમુખ), કલ્પેશ પંડિત (શહેર ભાજપ ઉપપ્રમુખ), યોગેશ શાહ (ભાજપ કાર્યકર), નાનકાભાઈ પટેલ (રામસેના), જયવીર જોષી (રામસેના), નંદકિશોર બ્રહ્યભટ્ટ (વીએચપી), કેતન પટેલ (હિન્દુ જાગરણ મંચ), નીરવ જૈન(હિન્દુ જાગરણ મંચ), અશોક ખલાસી (ભાજપ કાઉન્સિલર), રાજુભાઈ રાણા (ભાજપ કાઉન્સિલર), બલરામ પંડિત (ભાજપ કાર્યકર), પાર્થિવ પટેલ (ભાજપ કાર્યકર) અને મંગો શાહ (પૂર્વ કાઉન્સિલર)નો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, જ્યારે ગુજરાત સરકાર નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરી રહી હતી, ત્યારે આણંદ જિલ્લાના ખંભાતમાં સાંજે કોમી રમખાણો થઈ રહ્યા હતા. રમખાણો પછી, ગુજરાત સરકારે એક મોટી કાર્યવાહી કરી, આણંદ એસપી મકરંદ ચૌહાણ અને ખંભાત ડીવાયએસપી રીમા મુનશીને તાત્કાલિક અસરથી બદલીને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં સવાલ ઉભો થાય છે કે, ગુજરાતની ભાજપ સરકારે તાત્કાલિક અસરથી આ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી તેવી જ રીતે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.