ખંભાળિયામાં ૫.૭૯ લાખના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે ૮ શખ્સો ઝડપી પાડયા
દ્વારકા: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના વાઘનગર ગામે ધમધમતા જુગારના અખાડા પર એલસીબીએ દરોડો પાડ્યો હતો. જેમાં ૮ શખ્સો ઝડપાયા હતા તેમજ ૫.૭૯ લાખના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડયા હતા.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના વાડીનાર માં ચાલતા જુગારના અખાડાની એલસીબીના સજુભા જાડેજા અને
જેસલસિંહ જાડેજા તેમજ સહદેવસિંહ જાડેજા ચોક્કસ બાતમી મળતા કરીમભાઈ ઉર્ફે કઇલા અબદુલભાઇ ના કબજા ભોગવટા ના મકાનને અંગત આર્થિક ફાયદા બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે આ સ્થળે રેડ કરી રોકડ રૂપિયા ૨.૯૮ લાખ ,મોબાઈલ નંગ ૭ કિંમત રૂ૩૦,૫૦૦ કથા ઇકો કાર કિંમત રૂ ૨ લાખ મળી કુલ રૂપિયા ૫.૭૮ ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
જ્યારે જુગાર ગામમાં જુગાર રમી રહેલા શખ્સો કરીમભાઈ ઉફે કેલ અબદુલભાઇ સંઘાર ઉ.૫૦ રે.વાડીનાર દેવભૂમિ દ્વારકા, આશાભાઈ ઉફે.આસો સામરાભાઇ લુણા ઉ.૪૧ રહે ગાયત્રી નગર ખંભાળિયા દેવભૂમિ દ્વારકા,ધનાભાઈ કરસનભાઈ લુણા ઉ.૪૫ રહે નાઘેડી ગામ ગઢવી નેસ જામનગર, દિલીપભાઈ રાયશીભાઇ વસરા ઉ.૨૮ રહે.
ચોરબેડી ગામ તા. લાલપુર જામનગર, લખમણ ભાઈ લાખાભાઈ વાવણોટીયા ઉ.૪૫ રહે મુળીલા તા. લાલપુર જામનગર, મોમાયા ભાઈ ઉર્ફે મુન્નો વેરશીભાઈ સંધિયા ઉ.૩૨ રે. નાઘેડી ગઢવી ને જામનગર , ગુલાબભાઈ ગનીભાઇ ગંઢાર ઉ.૩૧ રહે વાડીનાર તાલુકો ખંભાળિયા દેવભૂમિ દ્વારકા, ઈકબાલભાઈ ઈસ્માઈલભાઈ ખફી,ઉ.૩૩ રહે. મસીતીયા જામનગરપકડી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે જુગાર ની કામગીરીમાં એસપી સુભાષ જાેશીના સૂચના થી એલસીબી પીઆઇ જે.એમ.ચાવડા સહિત એલસીબી સ્ટાફે કામગીરી કરી હતી.