Western Times News

Gujarati News

ખડકી ટોલનાકા પાસેથી દારૂભરેલી ટ્રક ને સ્ટેટ વિજિલન્સનસ ટીમે ઝડપી પાડી..

પ્રતિકાત્મક

ગોધરા,ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા ગત્ મોડી સાંજે ગોવા થી દારૂ ભરીને સડસડાટ આવી રહેલ ટ્રક ગોધરા શહેર પસાર કરીને બુટલેગર પાસે પહોંચે આ પૂર્વે જ ખડકી ટોલનાકા ઉપર આંતરી ને આ ટ્રક માં ગ્લુકોઝના બોટલ ની આડશ માથી અંદાજે 47.40 લાખ રૂ! ની વિદેશી શરાબને 47,400 બોટલોનો જંગી જથ્થો ઝડપી પાડી ને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા બુટલેગરો ની અંધારી આલમમા હડકંપ તો પ્રસરી જવા પામ્યો હતો. સાથોસાથ સ્ટેટ વિજિલન્સ સ્કોવોર્ડ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન ના પગલે પંચમહાલ પોલીસ તંત્રમાં પણ ભારે ચહલ પહલ સર્જાઇ હતી.!!

ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ સ્કોવોર્ડ ના પી.આઈ.આર.બી.પ્રજાપતિ ની ટીમ દ્વારા ગત મોડી સાંજે ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં ગોવાથી વિદેશી શરાબ નો જંગી જથ્થો ભરીને ગોધરા શહેર પસાર કરીને શામળાજી હાઇવે ઉપર પહોંચવા માટે પૂર ઝડપે દોડી રહેલ ટ્રકને એમ.એચ.02 એફ.જી.3659 ને ખડકી ટોલનાકા ઉપર આંતરીને ડ્રાઇવર હનીફભાઇ ખાન ઉફે દાઢી કાળુખાન મોઈલા મુસલમાન રહે,લક્ષ્મી વિલા શોપીંગ સેન્ટર- સચિન (સુરત) અને કંડટર જામીનખાન બાબુખાન મુસલા ની પુછપરછ કરતા  પ્રિયંકા પરીવહન ગોવા ની બિલ્ટી ના આધારે મેડિકલ સપ્લાય ના ગ્લુકોઝની બોટલ ના જથ્થાની આડસમાં ધનસુખ મેવાડી અને બાબુસિંહ મંગળસિંહ રાજપૂત વિદેશી શરાબ નો જંગી જથ્થો ગોવા થી ભરી આપવાની સૂચના પ્રમાણે કમલ જાદવ અને અસલમ અન્સારીએ શરાબનો જથ્થો ભરી આપ્યો હતો.અને શરાબનો જથ્થો ગોધરા શહેર પસાર કર્યા બાદ શામળાજી હાઇવે ઉપર સાત કી.મી પસાર કર્યા બાદ એક અજાણ્યો ઈસમ સંપર્ક કરે એણે પહોચાડવાનો હતો અને શરાબનો જથ્થો ભરી આપનારા ચહેરાઓ મોબાઈલ ફોનો મારફતે વ્હોટસઅપ કોલ થી સંપર્કમાં રહેતા હોવાના વટાણાઓ સ્ટેટ વિજિલન્સ સ્કોવોર્ડ ની ટીમ સમક્ષ વેરી  દિધા હતા.!!

જોકે ગોવાથી વિદેશી શરાબ નો જંગી જથ્થો ભરીને  ગુજરાત સરહદ થી અનેક પોલીસ સ્ટેશનો ની હદો પસાર કરીને ગોધરા તરફ આવી રહેલા આ ટ્રક બુટલેગર સુધી પહોંચે આ પૂર્વજ સ્ટેટ વિજિલન્સ સ્કોવોર્ડ ની ટીમે કાલોલ તાલુકાના ખડકી ટોલનાકા પાસે આંતરીને  વેજલપુર પોલીસ મથક માં લઈ જઈને હાથ ધરી તપાસ અભિયાનમાં અંદાજે 47. 40 લાખ રૂપિયા કિંમતની વિદેશી શરાબ ની 47.400 બોટલો નો જંગી જથ્થો મળી આવતા પોલીસ ફોર્સ પણ ચોકી જવા પામી હતી જો કે ગોધરા શહેર છોડીયા બાદ શરાબના જથ્થો લેવા આવનાર અજાણ્યો બુટલેગર નું સામ્રાજ્ય વિશાળ હશે અને આ ચહેરો કયાંક ગોધરા પંથક અગર તો શહેરા તાલુકા નો કુખ્યાત ચહેરો હોવો જોઈએ ની ચર્ચાઓ શરૂ થવા પામી હતી સ્ટેટ વિજીલન્સ સ્કોવોર્ડ ના પો.કોન્સ્ટેબલ શૈલેષકુમાર શનાભાઈ ની ફરીયાદ ના આધારે વેજલપુર પોલીસ તંત્રએ શરાબના જંગી જથ્થા સામે અંદાજે 57.68 લાખ રૂ! નો મુદ્દામાલ કબ્જે કરીને પી.એસ.આઇ.આર. ડી.ચૌધરીએ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.