ખતરનાક જીવાણુઓનો હથિયાર તરીકે ઇરાદાપૂર્વક ઉપયોગ એ ગંભીર ચિંતાનો વિષય: અજીત ડોભાલ
નવીદિલ્હી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે જણાવ્યું છે કે, ખતરનાક જીવાણુઓનો હથિયાર તરીકે ઇરાદાપૂર્વક ઉપયોગ એ ગંભીર ચિંતાનો વિષય છે.આ માટે, એક વ્યાપક રાષ્ટ્રીય ક્ષમતા વિકસાવવાની અને જૈવ સુરક્ષાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આ ચિંતાજનક વિષયને પહોંચીવળવા ભારતે નવી રણનીતિ બનાવવી પડશે. આ સિવાય તેમણે સોશલ મીડિયાના વધતા પ્રભાવ અને ક્લાઈમેટ ચેન્જ સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. તમને જણાવી દઈએ કે કોરોના મહામારી માટે ચીનને જવાબદાર માનવામાં આવે છે. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચીને વાયરસનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કહ્યું કે યુદ્ધના નવા ક્ષેત્રો પ્રાદેશિક સીમાઓથી આગળ વધીને નાગરિકો સુધી પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે જાણીજાેઈને ખતરનાક જીવાણુઓને શસ્ત્રોમાં ફેરવવુંએ ગંભીર ચિંતાનો વિષય છે. આ માટે, એક વ્યાપક રાષ્ટ્રીય ક્ષમતા વિકસાવવાની અને જૈવ સુરક્ષાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
ક્લાઈમેટ ચેન્જના વિષય પર, દ્ગજીછ એ કહ્યું કે આ એક બીજાે ખતરો છે જેની વિવિધ અને અણધારી અસરો થઈ શકે છે. તેમણે કહ્યું કે આનાથી સંસાધનોની ઉપલબ્ધતાને અસર થાય છે, જે દિવસેને દિવસે ઘટી રહી છે અને તે સ્પર્ધાને બદલે સંઘર્ષ તરફ દોરી શકે છે.
આબોહવા પરિવર્તન અસ્થિરતા અને વસ્તીના સામૂહિક વિસ્થાપનને વધારી શકે છે. ડોવાલે એમ પણ કહ્યું કે ૨૦૩૦ સુધીમાં ભારતમાં ૬૦૦ મિલિયન લોકો શહેરી વિસ્તારોમાં રહેવાની અપેક્ષા છે. દક્ષિણ એશિયામાં નીચાણવાળા વિસ્તારોમાંથી વિસ્થાપન પહેલાથી જ આબોહવા પરિવર્તનને કારણે તણાવનો સામનો કરી રહેલા શહેરી માળખા પર ભાર વધારી શકે છે.HS