ખતરોં કે ખિલાડીમાં જાેવા મળશે શિવાંગી જાેશી
મુંબઇ, શિવાંગી જાેશી ટેલિવિઝનની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક છે. શિવાંગી જાેશીએ પોતાના અભિનય અને સ્ટાઈલ સ્ટેટમેન્ટથી દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. અત્યારે શિવાંગી ટીવીના લોકપ્રિય શો બાલિકા વધૂના બીજા ભાગમાં મુખ્ય ભૂમિકામાં જાેવા મળી રહી છે.
શિવાંગી શોમાં આનંદીનો રોલ કરી રહી છે. આ પહેલા શિવાંગીએ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નાયરા અને સીરતનું પાત્ર ભજવ્યુ હતું. શિવાંગીને તેમાં લોકોએ ખૂબ પસંદ કરી હતી અને નાયરાના પાત્રને આજે પણ લોકો યાદ કરે છે.
શિવાંગીને નાયરાનું પાત્ર ભજવીને ઘણી લોકપ્રિયતા મળી હતી. ઘણાં વર્ષો કામ કર્યા પછી શિવાંગીએ તે શૉ છોડી દીધો હતો. રિયલ લાઈફની વાત કરીએ તો શિવાંગી પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે વખણાય છે. તે સોશિયલ મીડિયા પર સક્રિય છે અને ફેન્સ સાથે જાેડાયેલી રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે પોતાના જીવનને લગતી અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતી રહે છે.
શિવાંગી જાેશીના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ટૂંક જ સમયમાં શિવાંગીના ફેન્સ તેને એક રિયાલિટી શૉમાં જાેશે. આ રિયાલિટી શૉ બીજાે કોઈ નહીં પણ સ્ટંટ આધારિત શૉ ખતરોં કે ખિલાડી છે. મેકર્સ નવી સીઝન માટે તૈયારી કરી રહ્યા છે અને પ્રી-પ્રોડક્શન કામ શરુ થઈ ગયું છે. શૉનો ભાગ બનવા માટે અનેક સેલેબ્સનો સંપર્ક કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બાલિકા વધૂની આનંદી એટલે કે શિવાંગીનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. જાે કે હજી સુધી આ વાતની પૃષ્ટિ નથી થઈ શકી. જાે ખરેખર આમ થશે તો આ પહેલો એવો રિયાલિટી શૉ હશે જેમાં શિવાંગી ભાગ લેશે. ખતરોં કે ખિલાડી એવો રિયાલિટી શૉ છે જેને લોકો ખૂબ પસંદ કરે છે. અત્યાર સુધી આ રિયાલિટી શૉની અગિયાર સિઝન આવી ચૂકી છે.
આ રિયાલિટી શૉમાં ટેલીવિઝન, બોલિવૂડ અને ડિજિટલ વર્લ્ડની હસ્તીઓ ભાગ લે છે અને સ્ટંટ કરવામાં આવે છે. શરુઆતમાં આ શૉ અક્ષય કુમાર હોસ્ટ કરતો હતો, પરંતુ હવે આ શૉ ફિલ્મમેકર રોહિત શેટ્ટી હોસ્ટ કરે છે. પાછલી સીઝન પણ ઘણી હિટ સાબિત થઈ હતી. ટીઆરપીની રેસમાં આ સિઝન આગળ હતી.SSS