ખતરો કે ખિલાડી-૧૧ના ફિનાલે સમયે દિવ્યાંકા સાથે વિવેક નહીં હોય
મુંબઈ, ખતરોં કે ખિલાડીની ૧૧મી સીઝનનો ટુંક જ સમયમાં અંત આવવાનો છે. સીઝનનો ગ્રાન્ડ ફિનાલે નજીક છે ત્યારે તેની એક મજબૂત સભ્ય દિવ્યાંકા ત્રિપાઠીના પતિ વિવેક દહિયાએ કામને કારણે મુંબઈથી બહાર જવું પડી રહ્યું છે. જ્યારે ખતરોં કે ખિલાડીની ૧૧મી સીઝનના વિજેતાની જાહેરાત કરવામાં આવશે ત્યારે પતિ વિવેક દહિયા પત્ની દિવ્યાંકાની સાથે નહીં હોય.
પરંતુ તેણે મુંબઈથી બહાર જતી વખતે પત્ની માટે એક સુંદર નોટ લખી છે. વિવેક દહિયાએ ઈન્સ્ટાગ્રામ પર દિવ્યાંકા સાથેની એક તસવીર શેર કરી છે અને પોસ્ટમાં લખ્યું છે કે, તેણે ઘણું સારું પર્ફોમન્સ આપ્યું છે અને તે જીતથી વધીને છે.
વિવેકે લખ્યું છે કે, તુ ‘વિનીંગ’થી ઉપર છે. કાલે જે પણ પરિણામ આવે, મને ખબર છે કે તારા પર્ફોમન્સથી ઘણાં લોકો ખુશ થયા છે, અન્ય કન્ટેસ્ટન્ટ્સ, દર્શકો અને રોહિત સર પણ. તારા માટે અવારનવાર એક વાક્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે- આ છોકરી ડરતી નથી. માટે જાે તુ જીતી જઈશ તો ઘણી સારી વાત છે પણ જાે તુ નહીં જીતે તો પણ આપણે સેલિબ્રેટ તો ચોક્કસપણે કરીશું, કારણકે તારી જર્ની ઘણી સારી રહી અને આવનારી સીઝનમાં પણ તેના વખાણ કરવામાં આવશે.
વિવેકે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, જાેવાની વાત એ છે કે આપણે આટલા સમયથી ફિનાલેની રાહ જાેઈ રહ્યા હતા અને જ્યારે ફિનાલેનો સમય આવ્યો છે ત્યારે મારે કામથી બહાર જવુ પડી રહ્યું છે.
પરંતુ આપણે ઈ-સેલિબ્રેશન કરીશું. હવે આપણને તેની આદત પડી ગઈ છે. મારી ધાકડ ગર્લ મને તારા પર ગર્વ છે. વિવેકે જણાવ્યું કે તેણે આ કેપ્શન ફ્લાઈટમાં બેસીને લખ્યું છે.
ઉલ્લેખનીય છે કે સ્ટંટ બેસ્ડ રિયાલિટી શૉ ખતરોં કે ખિલાડીની ૧૧મી સીઝનમાં દિવ્યાંકા ઘણું સારું પર્ફોમન્સ આપી રહી છે. શરુઆતથી લઈને અત્યાર સુધી તેના લગભગ તમામ સ્ટંટ્સના વખાણ કરવામાં આવ્યા છે. જાે ટોપ ૫ કન્ટેસ્ટન્ટ્સની વાત કરીએ તો તેમાં અર્જુન બિજલાણી, દિવ્યાંકા ત્રિપાઠી, રાહુલ વૈદ્ય, વિશાલ આદિત્ય સિંહ અને શ્વેતા તિવારી છે.SSS