Western Times News

Gujarati News

ખનિજને લગતા ગુનાઓમાં ૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

કલેકટરશ્રીની સૂચનાનો અમલ.

ખાણ ખનીજ પોલીસ અને આર.ટી.ઓ.ની સંયુક્ત ટીમે વાહન ચકાસણી અભિયાન હાથ ધર્યું: ખનિજને લગતા ગુનાઓમાં ૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

આગામી ચાર થી પાંચ દિવસ આ અભિયાન ચાલુ રહેશે

વડોદરા,જિલ્લા કલેકટરશ્રી અતુલ ગોર ખનીજોની બિન અધિકૃત હેરાફેરી અને ખનન અટકાવવા સતત જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી રહ્યાં છે.તેના અનુસંધાને તાજેતરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાએ, પોલીસ તંત્ર અને આર.ટી.ઓ.ના સહયોગથી કરજણ તાલુકાના નારેશ્વર અને ઓઝ પાસે વાહન તેમજ વાહન ચાલક આરોગ્ય ચકાસણી અભિયાન હાથ ધર્યું હતું.

આ અભિયાન આગામી ચાર થી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે.આ અભિયાન દરમિયાન આર.ટી.ઓ.દ્વારા મર્યાદા કરતાં વધુ ભાર ભરીને જતા ૧૭ ડમ્પરોના ચાલકોને મેમો આપવામાં આવ્યા હતા.જ્યારે ખનિજ વિષયક ગુનામાં ૬ વાહનો સહિત રૂ.૨ કરોડથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.વાહન ચાલકોના દસ્તાવેજો ની ચકાસણી કરવામાં આવી હતી.

અને રારોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમની આંખની અને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.૫૬ વાહન ચાલકોને તેનો લાભ મળ્યો હતો.આમ,કાયદાકીય ની સાથે આરોગ્ય વિષયક ચકાસણી દ્વારા તંત્રે કડકાઈ અને સંવેદનાનો સમન્વય કર્યો હતો.

શ્રી નીરવ બારોટે જણાવ્યું કે ખનિજ પરિવહન સાથે સંકળાયેલા હોય એવા અંદાજે એક હજાર જેટલા વાહન ચાલકો છે.આ અભિયાન હેઠળ તમામ ની આંખ અને આરોગ્ય ચકાસણી કરવાનું આયોજન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.