Western Times News

Gujarati News

ખનીજ વિભાગના કર્મીએ વેપારી સાથે રૂપિયા ૭.૧પ લાખની છેતરપીંડી કરી

વેપારીના બિડના સિક્યુરીટીના રૂપિયા ઝડપથી પરત અપાવશે કહી બેંકની માહીતી બદલી નાખી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના માઈનીંગના એક વેપારીએ વર્ષ ર૦૧૯માં સાબરકાંઠા જીલ્લામાં રેતીના બત્રીસ બ્લોકો માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રીયા દ્વારા અરજી કરી હતી. તેમાંથી બે અરજી લાગતા બાકીની રકમ રીફંડ થવાની હતી એ જ વખતે તેમના મિત્ર પોતાના દિકરા જે ભુસ્તર વિભાગના કર્મચારી હતા તેમની સામે વેપારીને મળ્યા હતા જેણે નાણાંનું રીફંડ ઝડપથી અપાવશે તેવી ખાતરી અપાવી હતી. જાેકે રીફંડ અપાવવાને બદલે સાત લાખથી વધુની રકમ પોતે જ ચાઉં કરી ગયો હતો જેને પગલે વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે અભિષેકભાઈ ચૌધરી પોતાના પરીવાર સાથે જીએચબી કોલોની નુતન મીલ ખાતે રહે છે અને એચ.એન. ગ્રેનાઈટના નામે માઈનીંગ કંપની ચલાવે છે. વર્ષ ર૦૧૯માં સાબરકાંઠામાં રેતીના બત્રીસ બ્લોકના માઈનીંગની માટે કમિશ્નર ભુસ્તર વિભાગ અને ખનજ તરફથી ઓનલાઈન ટેન્ડરની પ્રક્રીયા શરૂ કરવામાં આવી હતી જેમાં ટેન્ડર ભર્યાં હતા.

જાેકે તેમને ત્રીસ બ્લોકમાં હરાજીમાં સફળતા ન મળતાં તેના સીકયોરીટીના રૂપિયા રીફંડ મળવાના હતા. દરમિયાન તેમના મિત્ર ભુપત રાય સવાણી તેમના દિકરા દર્શીત તથા બ્રિજેશ (તમામ રહે. સારથી કોમ્પલેક્ષ, જશોદાનગર)ને તેમની ઓફીસમાં મળ્યા હતા. જેમાંથી બ્રિજેશે પોતે ભુસ્તર અને ખનીજ વિભાગનો કર્મચારી હોવાથી તેમનું રીફંડ જલદી કરાવી દેશે તેવી ખાતરી આપી હતી. બાદમાં અવારનવાર અભીષેકભાઈ તેમને મળતાં એક બીડના રપ૦૦૦ રૂપિયા પરત અપાવ્યા હતા.

પરંતુ ઘણો સમય થતાં તેમના ર૯ બીડના રૂપિયા પરત ન મળતા ભુસ્તર વિભાગમાં તપાસ કરી હતી. જયાંથી ૭.૧પ લાખ રૂપિયાની રકમ બ્રિજેશ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં ચુકવાઈ હોવાનું બહાર આવતા તે ચોંકયા હતા અને તપાસ કરતાં ઓકશન પોર્ટલ પર તેમના બેંક ખાતાની માહીતી બદલી દેવાઈ હતી. આ અંગે તેમણે ત્રણેય પિતા-પુત્રો વિરુધ્ધ ગેરકાયદેસર રીતે માહીતી બદલી ૭.૧પ લાખ રૂપિયાની છેતરપીંડી કરવાની ફરીયાદ અમદાવાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.