ખરખરો કરવા પૂણે પહોંચ્યા ફિલ્મ અભિનેતા જેકી શ્રોફ
મુંબઈ, જેકી શ્રોફ બોલિવુડના દિગ્ગજ કલાકાર હોવા ઉપરાંત ખૂબ સારા વ્યક્તિ પણ છે. હાલમાં જ જેકી શ્રોફના સ્ટાફના પરિવારમાં મરણ થયું ત્યારે એક્ટર ખરખરો કરવા તેમના ઘરે પૂણે પહોંચ્યા હતા. આ યુવાન કર્મચારી પૂણે જિલ્લામાં આવેલા ચંદખેડ ગામ સ્થિત જેકી શ્રોફના ફાર્મહાઉસમાં કામ કરે છે.
જેકી શ્રોફ આ કર્મચારીના પરિવાર સાથે જમીન પર બેઠા હોય તેવી કેટલીય તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરો જાેતાં સમજાઈ જાય છે કે જેકી શ્રોફ પોતાના કર્મચારીઓને પણ પરિવાર સમાન માને છે. જેકી શ્રોફની ઉદારતા અને નમ્રતા પર ફેન્સ ઓવારી ગયા હતા. ઘણાં સોશિયલ મીડિયા યૂઝર્સે જેકી શ્રોફને અસલી હીરો ગણાવ્યા હતા.
વાયરલ થઈ રહેલી તસવીરોમાં જેકી શ્રોફ બ્લૂ ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં જાેવા મળે છે. જેકી મૃતકના પરિવાર સાથે જમીન પર બેઠેલા જાેવા મળે છે. તેમના ચહેરા પરની ઉદાસી દિલમાં રહેલી પીડાને કહી જાય છે.
આ બધાની વચ્ચે જેકી શ્રોફનો એક જૂનો વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં એક્ટર કહે છે, “મારા મમ્મી-પપ્પા, ભાઈ બધા એક-એક કરીને ગુજરી ગયા. અમે પણ એક દિવસ જતા રહીશું. પરંતુ આ વાતનો બોજ આપણે સાથે લઈને ચાલવાની જરૂર નથી.”
ઉલ્લેખનીય છે કે, જેકી શ્રોફના દિલમાં અન્ય લોકો માટેનો પ્રેમ હંમેશા જાેવા મળ્યો છે. વર્ષો પહેલા એક ઈન્ટરવ્યૂમાં જેકી શ્રોફનાં પત્ની આયેશાએ ખુલાસો કર્યો હતો કે, જેકી પોતાની કમાણીમાંથી ૫૦ ટકો હિસ્સો જરૂરિયાતોની મદદ કરવામાં વાપરે છે.
આયશાએ કહ્યું હતું કે, જેકી આર્થિક તંગીમાં હશે તો પણ તે જરૂરિયાતમંદોની મદદ કરશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં જેકી શ્રોફના નામે ખાતું ચાલે છે. જે દર્દીઓ સારવાર મોંઘા બિલ ના ચૂકવી શકતાં હોય તેમનો દવાનો ખર્ચ જેકી ઉપાડે છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, જેકી શ્રોફ હવે એક્શન ડ્રામા ફિલ્મ ફિરકીમાં જાેવા મળશે. અંકુશ ભટ્ટના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશ, કરણ સિંહ ગ્રોવર, કેકે મેનન અને સંદીપ ધર લીડ રોલમાં છે. આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૨માં રિલીઝ થવાની છે.SSS