ખરાબ આર્થિક હાલત કોઈથી છુપી નથીઃ રાહુલનો આરોપ
કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના નિર્ણય પર રાહુલ ગાંધીના પ્રહારોઃ સરકારી તિજારી પર બોજ વધશે
નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાના નિર્ણય પર કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ સરકારના આ નિર્ણયને અમેરિકામાં નરેન્દ્ર મોદીના હાઉડી મોદીને જાડીને જુએ છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાની બગડતી જતી સ્થિતિ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. બુધવારે રાહુલ ગાંધીએ હેશટેગ હાઉડી ઈકોનોમિથી આ ટિ્વટ કર્યું છે. રાહુલ ગાંધીએ ટિ્વટમાં લખ્યું છે, શ્રીમાન મોદી, ‘હાઉડી’ ઈકોનોમિની શું સ્થિતિ છે? જોકે ટિ્વટમાં રાહુલે જ આ સવાલનો જવાબ આપતા કહ્યું છે કે, લાગતુ નથી કે અર્થવ્યવસ્થાની બહુ સારી સ્થિતિ છે. મોદી સરકારની અર્થવ્યવસ્થા વિશે બનાવવામાં આવેલી નીતિની કોંગ્રેસ દ્વારા સતત નિંદા કરવામાં આવી રહી છે. મોદી આવતા સપ્તાહમાં હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયને મળવાના છે.
આ કાર્યક્રમને ‘હાઉડી મોદી’ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થવાના છે. ટ્રમ્પ પ્રથમ વખત કોઈ ભારતીય સમુદાયના કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યા છે. કાર્યક્રમમાં ૫૦ હજાર લોકો હાજર રહેવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પહેલાં ત્રિમાસીક ગાળા એપ્રિલ-જૂનમાં જીડીપીનો વિકાસ દર ઘટીને ૫ ટકા થઈ ગયો છે.
આ ૬ વર્ષમાં સૌથી ઓછો છે. તેનાથી ઓછો ૪.૩ ટકા જાન્યુઆરી-માર્ચ ૨૦૧૩માં જોવા મળ્યો હતો. સરકારે ૩૦ ઓગસ્ટે જીડીપીના આંકડા જાહેર કર્યા હતા. એપ્રિલ-જૂનમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ગ્રોથમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને કૃષિ સેક્ટરમાં સુસ્તીના કારણે જીડીપી ગ્રોથ પર વધારે અસર થઈ હતી. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ ઘટીને ૦.૬ ટકા તઈ ગયો છે. જાન્યુઆરી-માર્ચમાં ૩.૧ ટકા થયો હતો. ગયા વર્ષે એપ્રિલ-જૂનમાં ૧૨.૧ ટકા હતો.