ખરાબ જીવનશૈલીને કારણે મહિલાઓમાં બીમારીઓ વધી
મહિલાઓનું સ્વાસ્થ્ય માત્ર તેમના માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે મહત્ત્વપૂર્ણ છે. જો સ્ત્રી બીમાર પડે તો આખું ઘર ખોરવાઈ જાય છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના માટે સમય નથી આપી શતી. જેના કારણે તેમની દિનચર્યા તો બગડી જ રહી છે પરંતુ શરીરમાં ઘણા ફેરફારો પણ જોવા મળી રહ્યા છે. જો તમે પણ તમારી દિનચર્યા પ્રત્યે ગંભીર નથી તો જાણી લો કે કઈ બીમારીઓ થઈ શકે છે.
હોર્મોનલ સમસ્યાઓ: સ્ત્રીઓની બગડતી જીવનશૈલી સૌથી પહેલાં તેમની હોર્મોનલ સિસ્ટમ પર અસર કરે છે. ખાવાની યોગ્ય આદતો અને ઉંઘ ન આવવાના કારણે હોર્મોનલ અસંતુલનની સમસ્યા વધે છે. આ કારણે મહિલાઓને અનિયમિત પીરીયડ્સ, પીસીઓએસ (પોલિસિસ્ટિક ઓવરી સિંડ્રોમ) જેવી ઘણી હોર્મોનલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મહિલાઓની પ્રજનન ક્ષમતા ઉપરાંત ત્વચા અને વાળ પર પણ આડઅસર જોવા મળી શકે છે.
વજનમાં વધારો: દરેક યુવતી સ્ત્રી પાતળી અને સુંદર દેખાવાની ઈચ્છા રાખે છે. જો કે, ખાવાની યોગ્ય આદતોના અભાવે આ ઈચ્છા પણ પૂરી થતી નથી. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને તળેલા ખોરાક ખાવાથી તેમનું વજન વધે છે. વર્કઆઉટના અભાવે મહિલાઓમાં સ્થૂળતાની સમસ્યા ઝડપથી વધી રહી છે. સ્થૂળતા વધવાની સાથે ડાયાબિટીસ, હાઈ બીપી અને હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.
સ્ટ્રેસ ડિપ્રેશન: આજકાલ મોટાભાગની મહિલાઓ કોર્પોરેટ ઓફિસમાં કામ કરી રહી છે. જેના કારણે તે કામના દબાણમાં આરામ પણ કરી શકતી નથી. જો વ્યક્તિ આવું ન કરે તો થોડા દિવસો સુધી બધુ સારું રહે છે પરંતુ પછી વ્યક્તિ ડિપ્રેશનથી પીડાવા લાગે છે. એટલા માટે નિષ્ણાંત પણ આરામ કરવાની સલાહ આપે છે. તણાવ મહિલાઓનો આત્મવિશ્વાસ પણ ઘટાડે છે જેની અસર તેમના કામ પર પણ જોવા મળે છે. આનાથી છૂટકારો મેળવવા માટે મહિલાઓએ યોગ કે ધ્યાન કરવું જોઈએ.
અનિંદ્રાની સમસ્યા: લાંબા સમય સુધી સ્ક્રીન ટાઈમ, તણાવ અને અનિયમિત દિન ચર્યાને કારણે મોટાભાગની મહિલાઓમાં ઉંઘની સમસ્યા જોવા મળે છે. યોગ્ય સમયે પૂરતું ઉંઘ ન લેવાથી શરીર અને મન પર નકારાત્મક અસર પડે છે તેનાથી થાક, ચીડિયાપણું અને કામમાં એકાગ્રતાનો અભાવ જેવી સમસ્યાઓ વધી શકે છે. એટલા માટે મહિલાઓએ ખાતરી કરવી જોઈએ કે તેઓ આઠ કલાકની ઉંઘ પૂરી કરે.
નબળી પાચનશક્તિ: પોષણ અને ફાઈબરના અભાવે મહિલાઓના પાચનતંત્ર પર નકારાત્મક અસર પડે છે. તેનાથી ગેસ, એસિડિટી, કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓ થાય છે. તબીબોનું કહેવું છે કે, મહિલાઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવીને આ સમસ્યાઓથી પોતાને બચાવી શકે છે. મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને પૌષ્ટિક આહાર, નિયમિત કસરત અને પૂરતી ઉંઘ પર ધ્યાન આપવું જોઈએ.