Western Times News

Gujarati News

ખરાબ પરફોર્મન્સ હશે તો હવે સરકાર વહેલા ઘરે બેસાડી દેશે

૩૦ વર્ષની નોકરી પછી પણ સરકાર સાર્વજનિક હિતને ધ્યાનમાં રાખીને કોઈપણ કેન્દ્રીય કર્મચારીને નિવૃત્ત કરશે

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે વધુ એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના કર્મચારીઓને જાહેર હિતને ધ્યાને રાખીને વહેલા નિવૃત્તિ આપી શકે છે. નોકરી દરમિયાન જે કર્મચારીઓની ઉંમર ૫૦-૫૫ પહોંચી ગઈ છે, જેમની ૩૦ વર્ષની નોકરી પૂર્ણ થઈ છે. પેન્શનના કાયદા મુજબ નિક્કી કરવામાં આવેલ આ બે માઇલ્સ્ટોન ભલે તેમણે પાર કરી લીધા હોય પરંતુ યોગ્ય પરફોર્મન્સના અભાવે તેમને નિવૃત્ત કરવામાં આવી શકે છે. તેઓ પણ પોતાની બાકીની નોકરીના સમયમાં સમીક્ષાને પાત્ર રહેશે. જો આવા કર્મચારીની નિયુક્તી કરનાર ઓથોરિટીને લાગશે કે બદલાયેલી પરિસ્થિતિને ધ્યાને રાખીને તેમને સર્વિસ ચાલુ રાખવા માટે સમીક્ષા જરુરી છે તો કરવામાં આવી શકે છે. જાહેર કરવામાં આવેલ વ્યાખ્યાઓ સંબંધી કોઈપણ અસ્પષ્ટતાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે.

જે એક સરકારી કર્મચારીના ૫૦-૫૫ વર્ષની ઉંમર અથવા ૩૦ વર્ષની નોકરી પૂર્ણ કરવા પર તેમના પ્રદર્શનની સમીક્ષા બાદ નક્કી કરવામાં આવે છે કે શું તેમને નોકરીમાં આગળ ચાલું રાખવા જોઈએ કે પછી સાર્વજનિક હિતને ધ્યાને રાખીને સેવા નિવૃત્ત જાહેર કરવા જોઈએ. ઉદાહરણ તરીકે જો કામના ભારણને કારણે આવો રિવ્યુ નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ થતો નથી તો નવા નિયમ સ્પષ્ટ કરે છે કે આવો રિવ્યુ તેમની બાકી રહેલી નોકરીના કોઈપણ સમયમગાળામાં કરી શકાય છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે ‘૨૮ ઓગસ્ટનો સરકારી પરિપત્ર સ્પષ્ટ કરે છે અને નિયમોના અર્થઘટનમાં રહેલી તમામ અસ્પષ્ટતાનો દૂર કરે છે કે ૫૦-૫૫ વર્ષે અથવા તો ૩૦ વર્ષની નોકરીને પૂર્ણ કર્યા બાદ કરવામાં આવેલ રિવ્યુ પછી આગાળની નોકરી માટે સરકારી કર્મચારી સંપૂર્ણ પણ સુરક્ષિત છે કે પછી તેમના પરફોર્મન્સના આધારે તેમને વહેલા નિવૃત્તિ આપી દેવામાં આવી શકે છે.

૨૮ ઓગસ્ટના રોજ સરકાર દ્વારા આપવામાં આવેલ ઓફિસ મેમોરેન્ડમ મુજબ ‘સરકાર પર કોઈપણ કેસની પુનઃ સમીક્ષા માટે કોઈ મર્યાદા નથી. જ્યાં કોઈ અધિકારીને જે તે પરિસ્થિતિને આધારે નોકરીમાં ચાલુ રાખવામાં આવ્યા હોય પરંતુ થોડા સમય બાદ સક્ષમ અને નિયુક્તિ કરનાર ઓથોરિટીને લાગે કે બદલાયેલી પરિસ્થિતિમાં ફરી જેતે કર્મચારીને નોકરીને ચાલુ રાખવા માટે રિવ્યુ જરુરી છે તો તે કરવામાં આવી શકે છે. જાહેર હિતને ધ્યાને રાખી આવી સ્થિતિમાં સક્ષમ અધિકારી પાસે દ્રષ્ટ સાવધાનીનું પ્રદર્શન કરવાની અપેક્ષા કરવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.