ખરાબ સ્વાસ્થ્ય છતાં ટીવી પર સજ્જન સિંહની વાપસી
મુંબઈ: ઉત્તર પ્રદેશનાં પ્રતાપગઢનાં રહેવાસી અનુપમ શ્યામ ઓઝા ગત એક વર્ષથી ગંભીર બીમારીથી પિડાઇ રહ્યાં છે. અનુપમ શ્યામ ઓઝાને કિડીનીની બિમારી હતી. જાેકે, અનુપમની તબિયત હવે સારી છે. અને તે પ્રતિજ્ઞા સિઝન ૨ની સાથે ટીવી પર કમબેક કરી રહ્યાં છે. અનુપમને પ્રતિજ્ઞા સીઝન ૧માં સજ્જન સિંહનાં કિરદારમાં જાેવામાં આવ્યાં હતાં. એક મીડિયા હાઉસને આપેલાં એક્સ્ક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં અનુપમ શ્યામે તેનાં હેલ્થ અને શો અંગે માહિતી આપી હતી. અનુપમ જીએ કહ્યું, અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ થાય છે. પણ હવે મારી તબિયત સારી છે.
અને જતેને કામ કરવું હોય છે તે કોઇપણ રિતે મેનેજ કરી જ લે છે. હવે કંઇપણ થાય મેનેજ તો કરવું જ પડે છે. આ અમારો પ્રેમાળ શો છે. અને તે ફરી આવી રહ્યો છે. તો હું મારા ફેન્સને નીરાશ નથી કરી શકતો. હું ડાયબિટિક પેશન્ટ છું તેથી થોડી સમસ્યા થાય છે તેથી હું બીમાર થયો હતો
ત્યારે વધારે બીમાર થઇ ગયો હતો. હવે હું ઠીક છું. પ્રતિજ્ઞા સીઝન ૨થી વાપસી કરનારા અનુપમે કહ્યું કે, ‘એવું લાગે છે કે, તે સીરિયલ બંધ જ નથી થઇ. આટલાં વર્ષોથી ચાલતો જ આવ્યો છે. બસ નવી કહાની એડ થઇ રહી છે. હું મારા ફેન્સનો આભાર માનું છું. તેમણે અમને ખુબજ પ્રેમ આપ્યો છે.
અને તેમનાં પ્રેમને કારમે જ પ્રતિજ્ઞા સીરિયલ ફરી આવી છે. આ સિઝનમાં સજ્જન સિંહનાં કિરદાર અંગે વાત કરતાં અનુપમજીએ કહ્યું કે, ‘મારા કિરદારમાં આ વખતે બદલાવએ છે કે,હવે શોમાં મારા પૌત્ર પૌત્રી બતાવવામાં આવ્યાં છે અને તેમનાં આવવાંથી સજ્જન સિંહ કૂલ થઇ જાય છે. પણ જાે સજ્જન સિંહનો રૌદ્ર રૂપ દેખાડવો પડ્યો તો એ પણ દર્શકોને બતાવીશું. હવે આ સિઝનમાં સજ્જન સિંહ જે છે તે થોડો કૂલ છે તે બાળકોનાં અને પૌત્રનાં મોહમાં આ સિચ્યુએશન ડિલ કરવાનો અંદાજ કેવો છે તે જાેવાની આપને મજા આવશે.’