ખરાબ હવામાનને કારણે દ્વારકાનું જહાજ ઈરાનમાં ડૂબ્યું
અમદાવાદ, દ્વારકાના સલાયાનું વહાણ ખરાબ હવામાનના કારણે ડૂબ્યું છે. ફેઝે તાઝુદિન બાબા-૨ નામના વહાણે ઈરાનના દરિયામાં જળસમાધિ લીધી હતી. આ વહાણ અંદાજિત ૬ કરોડની કિંમત ધરાવતું અને ૧૦૦૦ ટનવાળી કેપેસિટી ધરાવતું હતું. આ વહાણમાં ૧૦ જેટલા ખલાસીઓ સવાર હતા.
વહાણમાં સવાર તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. ૨૪ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ આ ઘટના બની હતી. ફેઝે તાઝુદિન બાબા-૨ નામનું જહાજ મુન્દ્રાથી ખાંડ ભરીને નીકળ્યું હતું. આ જહાજ દ્વારકાના સલાયા ગામના રહેવાસી હસન કાસમ ભોકલ નામના વેપારીનું હતું.
આ જહાજ ૧૦૦૦ ટનની કેપેસિટી ધરાવતુ હતું. જેની કિંમત ૬ કરોડ રૂપિયા હતી. ૨૫ ડિસેમ્બરના રોજ જહાજમાં ખાંડ ભરવામાં આવી હતી અને જહાજ ઈરાન જવા નીકળ્યુ હતું. ત્યારે જે મંગળવારે વહેલી સવાર આ ઘટના બની હતી. મંગળવારે સવારે ઈરાનના દરિયામાં વાતાવરણ બગડ્યુ હતું.
ખરાબ હવામાનને કારણે જહાજ ડગમગવા લાગ્યુ હતું. જેથી તેમાં સવાર ૧૧ ખલાસીઓ સલામત રીતે બહાર નીકળી ગયા હતા. લાઈફબોટ દ્વારા તમામ કર્મચારીઓનો બચાવ થયો હતો. તેના બાદ જહાજે દરિયામં જળસમાધિ લીધી હતી.SSS