Western Times News

Gujarati News

ખરીફના ૧૪ પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખરીફ ૨૦૨૨-૨૩ લઘુતમ ટેકાના ભાવનો વધારો જાહેર કરવાના નિર્ણયને આવકારતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

ગુજરાતના ખેડૂતોને ટેકાના ભાવ મંજૂર કરવા માટે વડાપ્રધાન દ્વારા લઘુતમ ટેકાના ભાવો મંજુર કરવા બદલ રાજયના ખેડૂતો વતી કૃષિ મંત્રીશ્રીએ વડાપ્રધાન તથા ભારત સરકારનો આભાર વ્યકત કર્યો

કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે, કે ગુજરાતના ખેડુતો દ્વારા ખરીફ ઋતુ ૨૦૨૨-૨૩ના મુખ્ય ૧૪ પાકોની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે તેના ભાવો માટે ખેડૂતો દ્બારા વારંવાર ગુજરાત સરકાર તથા ભારત સરકારમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હતા. જેના ભાગરૂપે ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે વર્ષ ૨૦૨૨-૨૩ના ખરીફ પાકના ટેકાના ભાવ ખરીફ ઋતુની શરૂઆત પહેલા સમયસર જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં કરવામાં આવેલ વધારો અને તેની સમયસર જાહેરાત કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રાજયના ખેડૂતો વતી આભાર વ્યકત કર્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે,ખરીફના ૧૪ પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્યો છે.જેમાં પાક ઉછેરાનારાઓને તેમજ ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવામાં માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા ૫૦ ટકાથી  ૮૫ ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે જુદાજુદા પાકમાં ગત વર્ષ કરતા  પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૯૨ થી ૫૨૩ સુધીનો વધારો કરવામાં આવેલ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના મુખ્ય પાક મગફળીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ  રૂ. ૫,૮૫૦, તુવેર પાકમાં રૂ. ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. ૬,૬૦૦, મગ પાકમાં રૂ. ૪૮૦નો વધારો કરી ટેકાનો ભાવ ૭૭૫૫, તલ પાકમાં રૂ.૫૨૩નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.૭,૮૩૦, અડદ પાકમાં રૂ.૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. ૬,૬૦૦, કપાસ પાકમાં રૂ. ૩૫૫નો વધારો કરી રૂ. ૬,૩૮૦ ટેકના ભાવ જાહેર કરેલ છે તેમ તેમણે ઉમેર્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.