ખરોડ ગામેથી ૧૪ જુગારીઓને ૨.૬૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ:ભરૂચ એલસીબી પોલીસે બાતમી ના આધારે અંકલેશ્વર તાલુકા ના ખારોડ ગામમાં ચાલતા જુગારધામ ઉપર રેઈડ કરી ૧૪ જુગારીઓને રોકડ સાથે ૨.૬૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.પોલીસ મહાનિરિક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ જીલ્લામાં દારૂ તથા જુગારનીપ્રવૃત્તિ અટકાવવા સુચના આપી હતી.
જે અનુસંધાને એલ.સી.બી ભરૂચના પોલીસ ઈન્સ્પેકટર માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ભરૂચના પો.સ.ઈ વાય.જી.ગઢવી તથા પોલીસ માણસોની ટીમ ને મળેલ બાતમી આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ખરોડ ગામે ઉભા ફળીયા ખાતે રહેતા અનસભાઈ ફારૂકભાઈ લહેરી નાઓને ત્યાં જુગારની રેઈડ કરતા સ્થળે જુગાર રમતા ઈસમો ઝડપાઈ ગયા હતા.
જેઓની પૂછપરછ કરતા તેઓ (૧) અનસભાઈ ફારૂકભાઈ લહેરી ઉ.વ.૩૬ રહે,ખરોડગામ ઉભુ ફળીયુ તા.અંકલેશ્વર જી.ભરૂચ (૨) અસલ્મભાઈ ફારૂકભાઈ લહેરી ઉ.વ.૩૨ રહે,ખરોડગામ ઉભુ ફળીયુ તા.અંકલેશ્વર જી.ભરૂચ (૩) ઉમરભાઈ ફારૂકભાઈ સરીગર ઉ.વ.૩૨ રહે,પીરામણનાકા શીવગંગા એપાર્ટમેન્ટ તા.અંકલેશ્વર જી.ભરૂચ (૪) ઉસ્માન અબ્બાસ પટેલ ઉ.વ. ૪૦ રહે, ડી/૭ શમા પાર્ક સોસાયટી વેલ્ફર હોસ્પીટલ સામે ભરૂચ
(૫) ઈરફાન કાસમ શેખ ઉ.વ.૩૫ રહે,જુના કોસંબા ઐયુબભાઈ મુલ્લાનુ ફળીયુ તા.માંગરોલ જી.સુરત (૬) કમલેશભાઈ બાબુભાઈ સોલંકી ઉ.વ. ૪૨ રહે,મોટા મંદીર પાસે પંચાલ કોમ્પલેક્ષ પાછળ કોસંબા તા.માંગરોલ જી.સુરત (૭) ઉસ્માનગની મોહમદહુશેન મલેક ઉ.વ. ૪૫ રહે,સરકારી દવાખાના પાછળ કોસંબા તા.માંગરોલ જી.સુરત
(૮) મિતેષકુમાર વિષ્ણુભાઈ પટેલ ઉ.વ.૩૩, રહે,મોરા ફળીયુ કોસમડી તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે,કંસકુઈ તા.વિશનગર જી.મહેસાણા (૯) હસીબએહમંદ ઈલામુદીન પઠાણ ઉ.વ.૫૩ રહે,કસ્બાતીવાડ લીમડીચોક દરગ્રાહ પાસે અંકલેશ્વર જી.ભરૂચ (૧૦) જુબેરભાઈ વલીભાઈ પટેલ ઉ.વ.૫૮ રહે,૮૯ ખુબેબ સોસાયટી જિન્ત બંગલોઝની બાજુમાં ભરૂચ
(૧૧) ઈસ્માઈલભાઈ મુસાભાઈ પટેલ ઉ.વ.૪૯ રહે.લ,૭૩ ભેંસલી મજીદફલીયુ તા.વાગરા જી.ભરૂચ (૧૨) ભીખાભાઈ મણીલાલ પટેલ ઉ.વ.૪૨ રહે,પારસીવાડ પોપટીખાડી વેજલપુર ભરૂચ (૧૩) દિપકભાઈ આંનદભાઈ આરૂજા ઉ.વ.૪૦ રહે,
૩૦૧ ઓમનગર સોસાયટી હનુમાન મંદીરરોડ તરસાડી કોસંબા તા.માંગરોલ જી.સુરત અને (૧૪) મોહમંદ વકાસ મોહમંદ યુસુફ મુલ્લા ઉ.વ.૪પ રહે,મુલ્લાવાડ ઈશકપીર દરગાહ સામે તા.અંકલેશ્વર જી.ભરૂચના ઓને રોકડા રૂપિયા ૨૩,૦૭૦ તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ ૨,૬૦,૦૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યા હતા.