ખર્ચ ઓબ્ઝર્વર્સની અધ્યક્ષતામાં ચૂંટણી ખર્ચના હિસાબમેળની બેઠક યોજાઈ
(માહિતી બ્યુરો) પાટણ, લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ માં ચૂંટણી લડતા ઉમેદવારોના ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગરની કચેરીના પત્રમાં દર્શાવેલ સુચના અનુસાર ચૂંટણી ખર્ચના હિસાબમેળની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કરવાની થતી સ્ક્રુટીની રિપોર્ટ, ઉમેદવારોના ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવા ખર્ચ ઓબ્ઝર્વર્સશ્રીઓની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી. જે પરત્વે૦૩-પાટણ સંસદિય મતદાર વિભાગમાં સમાવિષ્ટ૧૧-વડગામ,૧૫-કાંકરેજ,૧૬-રાધનપુર,૧૭-ચાણસ્મા વિધાનસભા મતદાર વિભાગની હિસાબોની ચકાસણી સંયુક્ત કમિશ્નર (ઈન્કમટેક્ષ) દહેરાદૂન અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રી મયંકકુમાર તથા ૦૩-પાટણ સંસદિય મતદાર વિભાગમાં સમાવિષ્ટ૨૦-ખેરાલુ, ૧૮-પાટણ, ૧૯-સિદ્ધપુર વિધાનસભા મતદાર વિભાગની હિસાબોની ચકાસણી સંયુક્ત કમિશ્નર (આર એન્ડ આઈ) મુંબઈ અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રી તારીક મબુદના અધ્યક્ષસ્થાને કરવામાં આવી રહી છે. નોડલ અધિકારીશ્રી ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ વિભાગ અનેપાટણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખની ઉપસ્થિતીમાં જિલ્લા તિજોરી અધિકારીશ્રી પાટણ તથા ચૂંટણી ખર્ચના હિસાબો અન્વયેની કામગીરી કરતી હિસાબી ટીમ દ્વારા ચૂંટણી ખર્ચના હિસાબમેળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ બેઠકમાં ૦૩-પાટણ સંસદિય મતદાર વિભાગના ઉમેદવારશ્રીઓ તથા તેઓના પ્રતિનિધીશ્રીઓએ હાજર રહી હિસાબો રજૂ કર્યા હતા.