ખલીકપુર બસ સ્ટેશન આગળ ઓથોરાઈઝ મીડિયન કટ (ડિવાઈડર) બનાવવા લોકોની ઉગ્ર માંગ
ભિલોડા: મોડાસા શહેરમાંથી પસાર થતો શામળાજી – ગોધરા રાજ્ય ધોરીમાર્ગ-૫ પર સહયોગ બાયપાસ ચોકડી થી આનંદપુરા કંપા સુધીના રોડ પર ઓથોરાઈઝ મીડિયન કટ ( ડિવાઈડર ) ન હોવાથી રોડની બંને બાજુએ આવેલી રહેણાંક સોસાયટીના લોકોને અવર-જવર માટે ૨ કિલોમીટરનો ધરમધક્કો ખાવો પડે છે.
સોસાયટી વિસ્તારમાં રહેતા લોકો ૨ કીમી નો ધક્કો ખાવો ન પડે તે માટે મજબૂરી વશ રોંગ સાઈડ નો સહારો લેતા હોવાથી અનેકવાર નાના-મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે બીજીબાજુ મોડાસા શહેરમાં નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત ઈ-મેમોની શરૂઆત પણ મોડાસા શહેરમાં થતા સહયોગ ચોકડીએ નાખેલ સી.સી.ટી.વી કેમેરામાં રોંગ સાઈડે મજબૂરીવશ આવતા વાહનચાલકો ઈ-મેમા નો ભોગ બનાવની પુરેપુરી સંભાવના રહેલી હોવાથી ખલીકપુર બસસ્ટેન્ડ નજીક ઓથોરાઈઝ મીડિયન કટ ( ડિવાઈડર ) બનાવવામાં આવેની માંગ લોકોમાં પ્રબળ બની છે અને આ અંગે જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રી,કલેકટર અને જવાબદાર તંત્રમાં રજુઆત કરવાની તૈયારી હાથ ધરી છે.