Western Times News

Gujarati News

ખાંડ ઉત્પાદન ૩૦ ટકા સુધી ઘટતા ભાવ વધવાના સંકેતો

નવી દિલ્હી, ચાલુ શેરડી સિઝન ૨૦૧૯-૨૦માં ( ઓક્ટોબર-સપ્ટેમ્બર)ના શરૂઆતના ત્રણ મહિનામાં ખાંડનુ ઉત્પાદન ગયા વર્ષની તુલનામાં ૩૦ ટકા સુધી ઓછુ રહ્યુ છે. ખાનગી ખાંડ ઉદ્યોગ સંગઠન ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યુ છે કે કે ચાલુ સિઝનમાં ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ સુધી દેશભરમાં ચાલુ રહેલી ૪૩૭ ખાંડ મિલોમાં ખાંડનુ ઉત્પાદન૭૭.૯૫ લાખ ટન રહ્યુ છે. જો કે ગયા વર્ષે આ આ અવધિના ગાળામાં ઉત્પાદન વધારે રહ્યુ હતુ. ગયા વર્ષે આ અવધિના ગાળા દરમિયાન ઉત્પાદન ૧૧૧.૭૭ લાખ ટન રહ્યુ હતુ.

ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ૩૩.૭૭ લાખ ટન એટલે કે ૩૦.૨૨ ટકા ઓછુ ઉત્પાદન થયુ છે. ખાંડનુ ઉત્પાદન ઓછુ રહેવાના કારણ ખાડની કિંમતોમાં ફેરફારની સ્થિતિ રહી શકે છે. ખાડની કિંમતો વધવાના સંકેતો પણ દેખાઇ રહ્યા છે. તમામ આંકડા દર્શાવે છે ગયા વર્ષે દેશભરમાં ૫૦૭ ખાંડ મિલો ચાલુ રહી હતી. દેશના બીજા સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ચાલુ નાણાંકીય વર્ષમાં ૧૩૭ મિલો હતી. આ તમામ ૧૩૭ મિલોમાં આ સિઝનમાં હજુ સુધી ૧૬.૫૦ લાખ ટન ખાંડનુ ઉત્પાદન થયુ હતુ. જ્યારે ગયા વર્ષે આ અવધિના ગાળા દરમિયાન પ્રદેશમાં ૧૮૭ મિલો ચાલુ રહી હતી. તેમાં ઉત્પાદનનો આંકડો ૪૪.૫૭ લાખ ટનની આસપાસ રહ્યો હતો. ખાંડના ઉત્પાદનને વધારી દેવા માટે હાલમાં નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ફાયદો પણ થયો છે. આના કારણે લોકો સુધી સસ્તા ભાવમાં ખાંડ પહોંચી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.