ખાંભાના લાપાળા ડુંગરામાં આગ, આ વિસ્તારમાં સિંહોનો મોટી સંખ્યામાં વસવાટ
અમરેલી જિલ્લાના લોકો ગઇકાલે ધુળેટીનો તહેવાર ઉજવી રહયા હતા. ત્યારે ધુળેટીના દિવસે ભર બપોરે ખાંભા નજીક આવેલ લાયાળા ડુંગર ઉપર દવ(આગ) લાગ્યો હતો. તે આજે વહેલી સવાર સુધી આગને કાબુમાં લેવા માટે થઇ.
અમરેલી જિલ્લાના તમામ ફાયર ફાયટર તથા જિલ્લાનાં વન વિભાગનાં 300થી પણ વધુ કર્મીઓ અધિકારી તથા જિલ્લા કલેકટર સુધીનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ લાયાળા ડુંગરની નજીકમાં જ સિંહોનું રોકાણ હોય, આગને વધુ પ્રસરતી રોકવા માટે તમામ પગલાઓ ભરાય રહયા છે.
આ બનાવમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખાંભા નજીક આવેલ લાયાળાના ડુંગર તરીકે ઓળખાતા ડુંગર ઉપર ગઇકાલે બપોરે અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી. તે ધીમે ધીમે પ્રસરતી પ્રસરતી સાવરકુંડલા તાલુકાનાં મિતીયાળા રેવન્યુ વિસ્તાર સુધી પ્રસરી જવા પામી હતી.
આ આગ જે જગ્યાએ લાગ્યો તેની નજીકમાં જ સિંહોનો વસવાટ હોય, કેટલાંક સિંહો આ ડુંગર આજુ બાજુ વસતા હોય, આગને કાબુમાં લેવા માટે જિલ્લા કલેકટર, ગૌરાંગ મકવાણા, વન વિભાગના અધિકારીઓ તથા જિલ્લાભરના ફાયર ફાયટરોને હાથે લગાડવામાં આવ્યા હતા.
આ બનાવમાં સુત્રોનું માનીએ તો આ આગના બનાવને 16 કળાયેય પણ સમય થયો હોય આગને કાબુમાં લેવા માટે દોડધામ મચી જવા પામી છે. આ લાયાળા ડુંગર અને મિતીયાળા રેવન્યુ વિસ્તારમાં આગ લાગતા નજીકમાં આવેલ વન્ય વિસ્તારમાં આગ ન પ્રસરે તે માટે થઇ સતત કામગીરી શરૂ છે.
આ આગ લાગવાના કારણે આ વિસ્તારમાં ફરતી 2 સિંહણ તથા 5 જેટલા બચ્ચ આગની ગરમીના કારણે ત્યાંથી મિતીયાળા જંગલ તરફ નીકળી ગયા હતા.
આ આગના બનાવના કારણે કોઇપણ વન્ય પ્રાણીઓને કોઇ નુકસાન ન થાયનું પણ જાણવા મળેલ છે. ત્યારે ગઇકાલે બપોરે લાગેલ આગ આજે સવારે 16 કલાક પછીપણ કાબુમાં આવેલ ન હોય. આગને બુઝાવવા તથા આગ લાગવાના કારણની તપાસ શરૂ કરી દેવામાં આવેલ છે.