ખાઉ ગલીવાળાઓ… ભૂલશો નહી.. કોરોના ગયો નથી !!
અમરાઈવાડી, ખોખરા, બાપુનગરમાં ઈડલી સંભાર, પૌંઆની ધમધમતી લારીઓ ?? સરકારી ગાઈડલાઈનની ‘ઐસી તૈસી’ કરતા લોકો ચેતે
(પ્રતિનિધિ) અમદાવાદ,અનલોક-૧ અને ત્યાર પછી ર ની જાહેરાત થઈ. દુકાનો ખુલી બજારો ખુલ્યા. સ્વાભાવિક છે કે ખાણી પીણીની ફરસાણની દુકાનો ખુલી, લારીઓ શરૂ થઈ અને એ સાથે જ લોકો ભાન ભૂલ્યા. સરકારી ગાઈડલાઈનની ઐસી તૈસી કરવા લાગ્યા છે. પરિણામે કોરોનાના કેસો વધી રહયા છે.
સુરત તેનું ઉદાહરણ છે. સરકારે ખૂબજ અભ્યાસપૂર્ણ જે નિયમો જાહેર કર્યા તેના ધજાગરા ઉડાડવાનું આખરે કોને ભારે પડી રહયુ છે ?? તો તે પ્રજાને છે. અમદાવાદમાં એકંદરે કેસો ઘટયા છે. પરંતુ તેનાથી હરખાવાની જરૂર નથી સુરત અને અમદાવાદ પાસ-પાસ ચાલી રહયા છે કોઈપણ જગ્યાએ કોરોના કેસ વધે તે સમાજ માટે અને સરકાર માટે ચિંતાનો વિષય બને છે કોરોનામાં પાનના ગલ્લા, ચા ની કીટલીઓ અને ખાણીપીણીના સ્થળો, કોરોના સંક્રમણના સેન્ટરો બની શકે છે પાનના ગલ્લાઓ પર સોશિયલ ડીસ્ટન્સની સાથે અન્ય નિયમોનું પાલન નહી થતુ હોવાનું ધ્યાને આવતા કોર્પોરેશને દંડનાત્મક કાર્યવાહી શરૂ કરી દીધી હતી,
પરંતુ પાછો ઉહાપોહ થતા હવે નવા કેવા નિયમો થોડી ઢીલ સાથે લાવે છે તે જાેવાનું રહેશે. પાન-મસાલા ખાનારાઓ જાે તુરંત જ જતા રહે તો વાંધો આવી શકે નહી. પરંતુ પાનના ગલ્લે ‘પડીકા માસ્ટરો’ ખૂબજ હોય છે અને તેઓ ટ્રમ્પથી માંડીને આપણા વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ શું કરવું જાેઈએ તેની શિખામણો આપવા સક્ષમ હોય છે.
જાત-જાતની ચર્ચા ચાલતી હોય છે. જાેકે બધી ચર્ચાઓ સારી હોતી નથી એવુ કહેવાનો અહીંયા અર્થ નથી પણ કોરોના કાળમાં આ ગલ્લા પર ઉભા રહીને ચર્ચા કરી લાંબો સમય વ્યથ કરવાના દિવસો નથી આ બધાને કારણે સહન કરવાનુ તો છેવટે ગલ્લાવાળાને આવે છે. સામાન્ય દિવસોની વાત અલગ છે.
એક તો પાન મસાલા અને ચા ના શોખીનો સુપરસ્પ્રેડર બની શકે છે. તો ખાઉગલીવાળાઓ કઈ રીતે બાકાત રહી શકે. જાેકે દુકાનોમાં તો પેકીંગમાં જ નાસ્તા- પાણી આપેછે પરંતુ અમરાઈવાડી, ખોખરા, બાપુનગર સહિતના વિસ્તારોમાં ઈડલી સંભાર, પૌંઆની લારીઓ જાેવા મળે છે અને આ તમામ સ્થળોએ સોશિયલ ડીસ્ટન્સનો અભાવ જાેવા મળે છે.
વળી ચમચી અને ડીસો- વાડકીઓ કોરોનાના સમયમાં એકની એક વપરાય છે વળી સસ્તા ભોજનાલયોમાં પણ લોકો જમવા માટે આવતા હોય છે આવા સ્થળોએ ભીડભાડ જાેવા મળતી હોય છે ત્યાં કોર્પોરેશન કામગીરી કરે તેવી માંગણી- લાગણી સામાજીક કાર્યકરો કરી રહયા છે. આ વિસ્તારમાં જાે નિતિ- નિયમોનું પાલન નહી કરાવાયા તો કોરોના ફેલાવાની સંભાવના વધી જાય તેમ છે.