ખાડિયામાં આવેલા સાંઇધામ મંદિરથી બાબાની નગરયાત્રા નીકળી
સદગુરુ સાંઇનાથની ૧૦૧ મી પુણ્યતિથિ નિમિતે દર વર્ષે પરંપરા મુજબ અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં આવેલ સાંઇધામ મંદિરથી બાબાની નગરયાત્રા તા.૮/૧૦/૨૦૧૯ મંગળવાર સવારે ૮.૩૦ કલાકે નીકળી હતી. જેમાં ખાડીયા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા.
આ યાત્રા નીજ મંદિરે પરત આવ્યા બાદ આરતી થશે અને તે પછી ભંડારાનુ આયોજન સમય ૧૧.૩૦ કલાકે દર વર્ષે પરંપરા મુજબ રાખેલ હૉઇ સર્વેને ઉપસ્થિત રહી સાંઇ પ્રસાદ લેવા સાંઇ મંદિર ખાડિયા તથા ટ્રસ્ટી મંડળ વતી જાહેર જનતાને હાર્દીક નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.