ખાડિયામાં સૌથી વધુ 65 સુપર સ્પ્રેડર મળી આવ્યા
રેડઝોનના દસ વોર્ડમાં 290 સુપર સ્પ્રેડર કોરોના પોઝીટીવ
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા 8મી મે થી 14 મે સુધી ચુસ્ત લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.જે દરમ્યાન માત્ર દવા અને દૂધ સિવાય તમામ ચીજ વસ્તુઓ ના વેચાણ બંધ કરાવવામાં આવ્યા હતા. શાકભાજી અને કરિયાના ની દુકાનો પણ બંધ રાખવામાં આવી હતી. ની જેનો મૂળ આશય કોરોના સંક્રમણ ને નિયંત્રણ માં લેવાનો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ચુસ્ત લોકડાઉન દરમ્યાન સુપર સ્પ્રેડર જેવા કે કરિયાણા અને શાકભાજીની દુકાનદારોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 709 જેટલાં સુપર સ્પ્રેડર કોરોના પોઝિટિવ હોવાની વિગતો સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જયારે નાગરિકો માં પણ ગભરાટ જોવા મળ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા 709 સુપર સ્પ્રેડર ને શોધવામાં આવ્યા છે. જે અંતર્ગત ક્યાં એરિયામાં કેટલા સુપર સ્પ્રેડર સામે આવ્યા છે તેની વિગત સામે આવી છે. જેમાં ખાડિયા વોર્ડ માં સૌથી વધુ સુપર સ્પ્રેડર કોરોના પોઝિટિવ જાહેર થયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સૂત્રોએ જણાવ્યા મુજબ શહેરના ખાડિયા વોર્ડ માં સોથી વધુ 65 સુપર સ્પ્રેડર મળી આવ્યા છે. જ્યારે કુબેરનગર- 46, અસારવા- 36, બાપુનગર- 36, નરોડા- 32, સરસપુર- 30, મણિનગર- 29, જમાલપુર- 21 શાહીબાગ- 24, શાહપુર- 23, વટવા- 24, દરિયાપુર- 19,ઓઢવ- 19, પાલડી- 19, દાણીલીમડા- 18,સૈજપુર- 17,અમરાઈવાડી- 10,બહેરામપુરા- 13, ગોમતીપુર- 13,જોધપુર-13, સાબરમતી- 14, ઈસનપુર- 16, ભાઈપુરા- 03, બોડકદેવ- 03 ,ચાંદખેડા- 09, ચાંદલોડિયા- 04, ઘાટલોડિયા- 03, ગોતા- 02, ઉમિયા કોલોની- 08, ઈન્દ્રપુરી- 02,ખોખરા-02,લાંભા-11,મક્તમપુર- 06, નારણપુરા- 07,નવા વાડજ- 04 નવરંગપુરા- 13, નિકોલ- 13, રામોલ- 03, રાણીપ- 03, સરદારનગર- 02, સરખેજ- 03,ઠક્કરબાપાનગર- 12, થલતેજ- 02, વાસણા- 31, વસ્ત્રાલ-14,વેજલપુર-10,વિરા
અમદાવાદમાં કોરોના કહેર પ્રમાણે સુપર સ્પ્રેડરમાં પણ પશ્ચિમ અમદાવાદ કરતાં પુર્વ અમદાવાદમાં સુપર સ્પ્રેડરનાં કોરોનાનાં વધારે પોઝિટિવ કેસો જોવા મળ્યા હતા. મધ્યઝોન માં 150 કરતા વધારે સુપર સ્પ્રેડર નોંધાયા છે. રેડ ઝોન વિસ્તારોમાં પણ સુપર સ્પ્રેડરની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળી હતી.
જ્યારે પશ્ચિમ અમદાવાદમાં સુપર સ્પ્રેડરનાં કેસો ઓછા જોવા મળ્યા હતા. સુપર સ્પ્રેડરને કોરોનાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંપુર્ણ લોકડાઉન લાગુ પડાયું હતું. અને આ સમય દરમિયાન તમામ સુપર સ્પ્રેડરનાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા. અને તમામને હેલ્થકાર્ડ આપવામાં આવ્યા છે. હેલ્થ કાર્ડ ધરાવતાં લોકો પાસેથી જ સામાન ખરીદવા માટે જણાવવામાં આવ્યું છે. આ હેલ્થ કાર્ડને 14 દિવસ બાદ રિન્યુ કરવામાં આવશે..