ખાડીયાઃ આંબલીની પોળ સામેથી ૮૦ હજારના દાગીનાની ચોરી
કારીગર દાગીના ભરેલી થેલી બાઈકમાં લટકાવી દવા લેવા ગયો હતો |
અમદાવાદ : ખાડીયા વિસ્તારમાં ચાંદીના દાગીના લટકાવેલી થેલીની તફડંચી કરી અજાણ્યો શખ્સ ફરાર થઈ જતાં ૮૦,૦૦૦ની મત્તા ચોરીની ફરીયાદ નોંધાઈ છે. ઘટનાની વિગત એવી છે કે મહેન્દ્ર પંચાલ નામનો યુવાન માંડવીની પોળ ખાતે આવેલી સોનીની દુકાનમાં નોકરી કરે છે. ગઇકાલે સવારે સાડા નવ વાગ્યે દુકાને આવેલો મહેન્દ્ર સાંજે સાડા છ વાગ્યે મદન ગોપાલ રોડ ઊપર બાલા હનુમાનજી મંદિરે આવ્યો હતો.
જ્યાં નચીકેત પટેલ નામનાં વ્યક્તિ પાસેથી ચાંદીની ૬૪ નંગ જીવનદોરી લીધી હતી અને મહેન્દ્રએ અન્ય કેટલાંક ઘરેણાં નચિકેતને આપ્યા હતા. થોડીવાર બાદ મહેન્દ્ર પથરીની દવા લેવા માટે આંબલીની પોળ સામે એક દુકાને ગયો હતો. અને ઘરેણાંવાળી થેલી બાઈકનાં સ્ટીયરીંગમાં ભરાવી હતી.
આશરે દસેક મિનિટ બાદ મહેન્દ્ર પરત આવતાં થેલી ગાયબ હતી. જેથી આસપાસમાં શોધખોળ છતાં થએલી મળી ન આવતાં મહેન્દ્રએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. તસકરો અને લૂંટા\ ટોળકીઓ આંગડીયા કર્માચારીઓની રેકી કરી તેમને લૂંટી લેતા હોય છે જેના પગલે પોલિસ તંત્ર દ્વારા પણ કિંમતી માલસામાનની લેવડ દેવડ વખતે પોલિસ બંદોબસ્ત ફાળવવાની જાહેરાત કરી છે.