ખાડીયામાં ભાજપ વિ.ભાજપ અને ભાજપ વિ.ઐતિહાસિક વારસાનો જંગ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવાસદનની ચૂંટણી તારીખ જાહેર થતાં જ રાજકીય ધમધમાટ વધી ગયો છે. તેમજ ટિકિટના દાવેદારો દોડધામ કરી રહ્યા છે.
શહેરની ચૂંટણીમાં પ્રથમ વખત પાંચ કરતા વધુ પાર્ટીઓ ભાગ લઇ રહી હોવાથી જંગ રસપ્રદ બનશે તે બાબત નક્કી છે. આ સંજાેગોમાં સત્તાધારીપાર્ટી ભાજપા તેના ગઢ જાળવી રાખશે કે કેમ ?
તે ચર્ચાનો વિષય બન્યો છે. ભારતીય જનતા પાર્ટીનો સૌથી જૂનો અને મજબૂત ગઢ “ખાડીયા”વોર્ડને માનવામાં આવી રહ્યો છે જ્યાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ અપરાજિત છે.
૨૦૨૦ની ચૂંટણીમાં પણ ખાડીયામાં “કેસરીયો” લહેરાશે તેવો આત્મવિશ્વાસ ભાજપના નેતાઓ અને કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે.
પરંતુ, સ્થાનિક રહીશો દ્વારા શરૂ કરવામાં આવેલ “ચૂંટણી આંદોલન”અને “શ્રેષ્ઠ ખાડીયા અભિયાન”ના કારણે સ્થાનિક કોર્પાેરેટરોની ઉંઘ ઉડી ગઈ છે. તદુપરાંત ટિકિટ માટે વધી રહેલા આંતરીક જૂથવાદ અને દર પાંચ વરસે “મહિલા કોર્પાેરેટરોની થતી બાદબાકીના કારણે ભાજપ કાર્યકરોમાં વ્યાપક અસંતોષ જાેવા મળી રહ્યો છે.”
ભારતીય જનતા પાર્ટીના મજબૂત ગઢ “ખાડીયા”માં ૨૦૨૧ની ચૂંટણી થોડી કપરી બની શકે છે. નવા સીમાંકન અને બેઠકોમાં થયેલા ફેરફારની અસર ચૂંટણી પરીણામ પર થાય તેવા ઈચ્છા કોંગ્રેસ રાખે તે સ્વાભાવિક બાબત છે. પરંતુ ૨૦૨૧ની ચૂંટણી ભાજપા વિરૂદ્ધ કોંગ્રેસ કરતા ભાજપ વિરૂદ્ધ ભાજપ અને ભાજપ વિરૂદ્ધ સ્થાનિક રહીશોની બની રહે તેવા એંધાણ પણ જાેવા મળી રહ્યા છે.
૨૦૧૫માં નવા સીમાંકન થયા બાદ કાલુપુર વોર્ડનો સમાવેશ ખાડીયામાં થયો હતો. તેથી કાલુપુરના બે સીનીયર કોર્પાેરેટર, કૃષ્ણવધ્ન બ્રહ્મભટ્ટ અને ભાવનાબેન નાયકને ખાડીયામાંથી ટિકિટ મળી હતી તથા બંને કોર્પાેરેટરોએ બેઠક જાળવી રાખી હતી.
૨૦૧૫માં સ્થાનિક કોર્પાેરેટર ભૂષણભાઈ ભટ્ટ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ ધારાસભ્યપદે હોવાથી ચૂંટણી લડ્યા ન હતા. તેમ છતાં તેમણે તેમના પુત્ર અથવા પત્ની માટે દાવેદારી કમલમ અને ખાનપુર કાર્યાલય ખાતે કરી હતી.
૨૦૨૧માં ભૂષણભાઈ ભટ્ટ કોઈ હોદ્દા કે પદ પર નથી. તેથી તેમણે વધુ એક વખત કોર્પાેરેટર ટિકિટ માટે દાવેદારી કરી છે તતા તેમના પુત્ર માટે પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ ધારાસભ્યની દાવેદારીના પગલે સીટીંગ કોર્પાેરેટરોમાં નારાજગી જાેવા મળી રહી છે.
નવા સીમાંકન બાદ પુરૂષ અનામત (ઓબીસી)બેઠક રદ કરી તમામ બેઠકો સામાન્ય જાહેર કરવામાં આવી હોવાથી કૃષ્ણવધન બ્રહ્મભટ્ટની દાવેદારી જાેખમાઈ શકે છે.
તેવી રીતે ખાડીયાની “૧૦૮”માનવામાં આવતા મયૂર દવેની દાવેદારી ઉપર પણ અસર થાય તેમ છે. આમ, ખાડીયા ભાજપ કાર્યકરો પણ હાલ ભૂષણ ભટ્ટ, મયુર દવે અને કૃષ્ણવધ્ન બ્રહ્મભટ્ટ એમ ત્રણ છાવણીમાં વહેંચાયા હોય તેવો માહોલ છે. મોટા માથાઓની દાવેદારી વચ્ચે વર્ષાેથી પાર્ટી માટે કામ કરતા કાર્યકરોના ભાવિ પર પ્રશ્નાર્થ લાગી રહ્યો હોવાથી નિરાશા જાેવા મળી રહી છે.
ખાડીયામાં છેલ્લા ત્રણ દાયકાથી પુરૂષ કોર્પાેરેટરમાં નવા ચહેરાને તક મળી નથી તેનાથી બિલકુલ વિપરીત દર પાંચ વરસે મહિલા કોર્પાેરેટર બદલાય છે.
૨૦૦૦ની ચંૂટણીમાં ભૂષણભટ્ટ અને મયૂર દવેસાથે મહિલા કોર્પાેરેટર તરીકે હેમાબહેન મહેતા ચૂંટાયા હતા. ૨૦૦૫માં ભૂષણ ભટ્ટ અને મયૂર દવે સાથે મહિલા કોર્પાેરેટર તરીકે બિરાજબેન સુરતી હતા
જ્યારે ૨૦૧૦માં નીકીબેન મોદીને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ૨૦૧૫માં નવા સીમાંકનનાં પગલે કાલુપુરના મહિલા કોર્પાેરેટર ભાવનાબેન નાયક સાથે નવાા ચહેરા તરીકે જયશ્રીબેન પંડ્યાની પસંદગી થઈ હતી. આમ, ખાડીયામાં પુરૂષ કોર્પાેરેટરોની ટિકિટ નિશ્ચિત હોય છે. જ્યારે મહિલા કોર્પાેરેટરો પાંચ વર્ષ માટે જ રહે છે. જેના કારણે મહિલા કાર્યકરોમાં પણ અસંતોષ જાેવા મળે છે.
ખાડીયામાં ભાજપાએ કોંગ્રેસ કરતા સ્થાનિક રહીશોનો સામનો કરવો રહેશે. ખાડીયાની સંસ્કૃતિ થઈ રહેલા વ્યાપારીકરણ સામે સ્થાનિક રહીશો જંગે ચઢ્યા છે.
પોતાનો વ્યાપારીકરણ રોકવા અને ઐતિહાસિક મિલ્કતોની જાળવણી કરવા માટે ખાડીયામાં ચૂંટણી આંદોલન શરૂ થયું છે. પોળોમાં બેરોકટોક બની રહેલ કોમર્શીયલ મિલ્કતોના કારણે છેલ્લા અઢી દાયકામાં ખાડીયાના રહીશોએ ઘણુ ગુમાવ્યું છે.
સ્થાનિક રહીશ નિશીથ સિંગાપોરવાળાના જણાવ્યા મુજબ ખાડીયા વોર્ડમાં મ્યુનિ.સંચાલિત શાળાઓ બંધ તથા બિસ્માર હાલતમાં છે. એક સમયે ખાડીયામાં ૧૨ લાયબ્રેરીઓ હતી.
હાલ માત્ર બે લાયબ્રેરી છે તે પણ બંધ થાય તેવી પરિસ્થિતિ છે. એક સમયે ખાડીયા અને કાલુપુરમાં ૧૫ કરતાં વધુ પ્રસુતિગૃહ હતા આજે એકપણ પ્રસુતિગૃહ રહ્યા નથી તથા બિલ્ડીંગો પણ બિસ્માર હાલતમાં છે. નાગરીકોના આરોગ્ય સુખાકારી માટે માત્ર એક જ અર્બન હેલ્થ સેન્ટર છે.
ભૂતકાળમાં રાયપુર ખાડીયામાંથી બસ રૂટ નંબર-૧૯ કાર્યરત હતો. ત્યારબાદ મીની બસ સેવા શરૂ કરવામાં આવી હતી. હાલ બસ માટે આસ્ટોડીયા તથા રાયપુર દરવાજા સુધી જવાની ફરજ પડી રહી છે.
મ્યુનિ.કોર્પાેરેશન સંચાલિત એક જીમ્નેશીયમ છે. તેમાં પણ અપૂરતા સાધનો છે. સ્વીમીંગ પુલ છે પરંતુ તેમાં કોચનો અભાવ છે. ખાડીયા “ખાલી” થઈ રહ્યું છે. હેરીટેજ મિલ્કતો નામશેષ થઈ રહી છે તેમ છતાં ત્રણ દાયકાથી ચૂંટાતા ભાજપના પ્રતિનિધિઓ નિષ્ક્રિય છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.