ખાતરના ભાવ મામલે કરકસર કરવા ખેડૂત આગેવાનોને કેન્દ્રની સલાહ
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં વીજળીના પ્રશ્નને લઈને રજુઆત થતા તેના નિકાલ માટે રાજય સરકાર તરફથી ત્વરિત કાર્યવાહી કર્યા પછી ખાતરના ભાવમાં વધારાને લઈને કેન્દ્ર સમક્ષ રજુઆત કરાતા કિસાન આગેવાનોને કરકસર કરવાની સલાહ આપવામાં આવી છે.
કિસાન આગેવાનોના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ખાતરના વધતા ભાવને લઈને સબસીડીના સંદર્ભમાં રજૂઆત કરવા ગયેલા કિસાન આગેવાનોને કેન્દ્ર સરકારના મંત્રીએ જણાવ્યુ હતું કે ખેડૂતોને સરકારે ઘણુ આપ્યુ છે હવે તો હદ આવી ગઈ છે ખેડૂતોએ પણ ખાતરની બાબતમાં થોડીક કરકસર કરવી જાેઈએ.
જયાં વધારે માત્રામાં ખાતરનો ઉપયોગ કરાય છે તેમાં થોડો ઘટાડો કરીને કરકસર કરાય તો કશું નુકસાન થવાનુ નથી રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ કરવો જાેઈએ હાલમાં યુક્રેન- રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધને કારણે ફોરેશનમાં ખાતરના ભાવ વધ્યા છે.
વિદેશમાં ખાતરના ભાવ વધતા ભારતમાં તેના આયાતી ભાવમાં વધારો થયો છે હજુ ભાવવધારાની શકયતાનો ઈન્કાર થઈ શકે તેમ નથી. કિસાન આગેવાનોએ સબસીડીની વાત કરી ત્યારે સબંધિત મંત્રીએ જણાવ્યુ હતું કે ખેડૂતોને કેન્દ્ર હંમેશા મદદ કરતી આવી છે
પરંતુ આ બાબતમાં સરકાર શું કરી શકે ?? ખાતરના વપરાશમાં ખેડૂતોએ કરકસર કરવી પડશે. જયાં જેટલી માત્રામાં વપરાશ થાય છે તેમાં થોડો ઘટાડો થાય તો નુકસાન થશે નહી, હવે તો છાંણિયા ખાતરનો ઉપયોગ થઈ રહયો છે તે દિશા તરફ વિચારવુ જાેઈએ અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં ખેડૂતોને ખાતરની સબસીડી અંતર્ગત દોઢ લાખ કરોડની રકમ ફાળવણી કરાઈ છે.