ખાદ્યતેલની આયાત ડ્યુટીમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો થવાની શકયતા

નવીદિલ્હી: વૈશ્વિક તેજીને પગલે ઘરઆંગણે ખાદ્યતેલનાં ભાવ આસમાને પહોંચ્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યતેલનની આયાત ડ્યુટીને લઇને ફરી સમીક્ષા કરવામાં આવે તેવી સંભાવના છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલમાં ભાવ બમણાં સુધી વધી ગયા છે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે એમ્પાવર્ડ ગ્રુપ ઓફ મિનીસ્ટર ટૂંક સમયમાં જ ખાદ્યતેલની વધેલી ડ્યુટીને લઇ સમીક્ષા કરે તેવી સંભાવના છે.
ખાદ્યતેલની આયાત ડ્યુટીમાં ઘટાડો કરવા અંગેની દરખાસ્ત કેન્દ્રીય કરવા અંગેની દરખાસ્ત કેન્દ્રીય ગ્રાહક મંત્રાલય દ્વારા સરકારને મોકલવામાં આવી છે. જેને પગલે સરકાર આ ગ્રુપ દ્વારા તેની સમીક્ષા થશે અને ડ્યુટીમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો થાય તેવી સંભાવના છે.
કેન્દ્ર સરકારે ડ્યુટી ઘટાડાની સાથે તેલીબિયાંના ભાવ બહુ ઘટી જાય અને ખડૂતોની બૂમ મચે તેનો પણ ડર છે. જેને પગલે આ અગાઉ એક-બે વાર ડ્યુટી વધારાની દરખાસ્ત સરકારે ફગાવી હતી. તાજેતરમાં વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે પણ સંસદમાં ખાદ્યતેલનાં ભાવની સમીક્ષા કરવાનું નિવેદન આપ્યું હતું. પરંતુ ત્યારબાદ કોઇ ર્નિણય લેવાયો નહોતો. હવે ભાવ બહુ વધી ગયા હોવાની સરકાર આ અંગેનો ર્નિણય લઇ શકે છે.
ભારતીય બજારમાં સોયાબીન વાયદો એક વર્ષમાં ૪૦ ટકા જેટલો વધીને રૂ. ૬૪૦૦ની ઉપર પહોંચ્યો છે. ભારતમાં તમામ ખાદ્યતેલ અને તેલીબિયાંના ભાવ હાલ તેની સર્વોચ્ચ સપાટી ઉપર પહોંચ્યા છે.