Western Times News

Gujarati News

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાને કારણે ડિસેમ્બર મહિનામાં છૂટક ફુગાવો વધ્યો

મુંબઇ, દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાને કારણે ડિસેમ્બર મહિનામાં છૂટક ફુગાવો વધીને ૫.૫૯ ટકાની પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નવેમ્બરમાં તે ૪.૯૧ ટકા હતો. આ સિવાય ભારતમાં ફેક્ટરીઓના ઉત્પાદનમાં પણ ૧.૪ ટકાનો વધારો નોંધાયો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસએ આ અલગ આંકડા રજૂ કર્યા હતા.

કન્ઝ્‌યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો નવેમ્બર, ૨૦૨૧માં ૪.૯૧ ટકા અને ડિસેમ્બર, ૨૦૨૦માં ૪.૫૯ ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ખાદ્ય ફુગાવો ડિસેમ્બરમાં વધીને ૪.૦૫ ટકા થયો હતો, જે અગાઉના મહિનામાં ૧.૮૭ ટકા હતો.

રિઝર્વ બેંક મુખ્યત્વે દ્વિ-માસિક નાણાકીય સમીક્ષામાં છૂટક ફુગાવાના ડેટાને જુએ છે. કેન્દ્રીય બેંક માને છે કે, પ્રતિકૂળ આધાર અસરને કારણે નાણાકીય વર્ષના બાકીના સમયગાળા માટે ફુગાવાનો આંકડો ઊંચો રહેશે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ગ્રોસ ફુગાવો તેના સર્વોચ્ચ સ્તરે રહેશે. ત્યારથી તે નીચે આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.