Western Times News

Gujarati News

ખાદ્ય તેલો અને તેલિબિયાના વેપારીઓ પર સ્ટોકની મર્યાદા નક્કી કરાઈ

પ્રતિકાત્મક

નવીદિલ્હી, ઘરેલુ બજારમા વધતા ભાવ અટકાવવા અને ગ્રાહકોને રાહત આપવા માટ કેન્દ્ર સરકારે ખાદ્ય તેલો અને તેલિબિયાના વેપારીઓ પર ૩૧માર્ચ સુધી સ્ટોકની મર્યાદા નક્કી કરી દીધી છે. જાે કે આાયતકારો અને નિકાસકારોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આઠ ઓક્ટોબરથી એનસીડીએક્સ(નેશનલ કોમોડિટી એક્સચેન્જ) પર મસ્ટર્ડ ઓઇના ફ્યુચર ટ્રેડિંગ પર પ્રતિબૅંધ મૂકી દેવામાં આવ્યો છે. સરકારી આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં ડોમેસ્ટિક રીટેલ બજારમાં ખાદ્ય તેલના ભાવમાં ૪૬.૧૫ ટકાનો વધારો થયો છે.

ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના ર્નિણયથી ડોમેસ્ટિક બજારમાં ખાદ્ય તેલના ભાવ ઘટશે અને તેનાથી દેશના ગ્રાહકોને રાહત મળશે. તમામ રાજ્યોને જારી કરવામાં આવેલા આદેશ અનુસાર રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપલબ્ધ સ્ટોક અને ગ્રાહકોના વલણને ધ્યાનમાં રાખીને ખાદ્ય તેલો અને તેલિબિયાની સ્ટોક મર્યાદા અંગે ર્નિણય લેશે. જાે કે કેટલાક આયાતકારો અને નિકાસકારોને સ્ટોક લિમિટમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર ૯ ઓકેટોબરના રોજ સોયા ઓઇલનો સરેરાશ રીટેલ ભાવ ૧૫૪.૯૫ રૃપિયા હતો. છેલ્લા એક વર્ષમાં સોયા ઓઇલના ભાવમાં ૪૬.૧૫ ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ તેનો ભાવ ૧૦૬ રૃપિયા હતો.

તેવી જ રીતે સરસવના તેલમાં ૪૩ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે સરસવના તેલનો ભાવ ૧૨૯.૧૯ હતો જે વધીને ૧૮૪.૪૩ રૃપિયા થઇ ગયો છે. તેવી જ રીતે વનસ્પતિ ઓઇલના ભાવમાં ૩૮.૪૮ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે વનસ્પતિ ઓઇલનો ભાવ ૯૫.૫ રૃપિયા હતો જે વધીને ૧૩૬.૭૪ રૃપિયા થઇ ગયો છે.

૯ ઓક્ટોબરના રોજ સનફલાવર ઓઇલનો સરેરાશ રીટેલ ભાવ ૧૭૦.૦૯ રૃપિયા હતો. છેલ્લા એક વર્ષમાં સનફ્લાવર આઇલના ભાવમાં ૩૮.૪૮ ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ તેનો ભાવ ૧૨૨.૮૨ રૃપિયા હતો. જ્યારે પામ ઓઇલનો ભાવ ગયા વર્ષે ૯૫.૬૮ રૃપિયા હતો જે વધીને ૧૩૨.૦૬ રૃપિયા થઇ ગયો છે. એટલે કે છેલ્લા એક વર્ષમાં ૩૮ ટકાનો વધારો થયો છે. ભારતને ખાદ્ય તેલની કુલ જરૃરિયાત પૈકી ૬૦ ટકા ખાદ્ય તેલની આયાત કરવી પડે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.