Western Times News

Gujarati News

ખાનગીકરણ બાદ એવીપીઆઇ અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ ચાર્જમાં વધારો

Files Photo

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. એરપોર્ટના ખાનગીકરણ થયા બાદ કેટલાક ફેરફારો પણ જાેવા મળશે. જેમાં એરપોર્ટ પર પાર્કિંગ મહત્ત્વનો પ્રશ્ન છે. અહીં ટ્રાફિક ન થાય તે ખૂબ જરૂરી છે, પરંતુ આ બહાના હેઠળ મનસ્વી રીતે પાર્કિંગ ચાર્જ રાખવામાં આવે છે. એરપોર્ટ જ્યારે એરપોર્ટ ઑથોરિટી પાસે હતું ત્યારે પણ ખાનગી કંપનીઓને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હતો. હાલ એરપોર્ટનું મેનેજમેન્ટ અદાણી જૂથ પાસે છે. ખાનગીકરણ બાદ અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ ચાર્જમાં વધારો કરાયો છે, આ ભાવ વધારો પહેલી એપ્રિલથી અમલી બનશે.

પહેલી એપ્રિલથી નવા ભાવ અમલી બનશે જેમાં ૩૦ મિનિટ સુધી બસ પાર્ક કરવાના કરવાના ૫૦૦ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. બે કલાક સુધી પાર્ક કરવા માટે ૮૦૦ રૂપિયા અને ૨૪ કલાક પાર્ક કરવા માટે ૩ હજાર રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. મિની બસ માટે ૩૦ મિનિટના ૩૦૦ રૂપિયા, બે કલાકના ૫૦૦ રૂપિયા અને ૨૪ કલાક પાર્ક કરવા માટે ૧,૮૭૫ જેટલો ચાર્જ ચૂકવવો પડશે. પ્રાઇવેટ કારના ૩૦ મિનિટ માટે ૯૦ રૂપિયા, બે કલાકના ૧૫૦ રૂપિયા અને ૨૪ કલાક પાર્ક કરવા માટે ૧૯૦ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

કાર્ગો માટે આવતા વાહનો માટે પણ પાર્કિંગના નવા ભાવ અમલી બનશે. ચાર કલાક ઓટો પાર્કિંગ કરવામાં માટે ૧૫૦ રૂપિયા અને ૨૪ કલાક માટે ૧સ૧૫૦ રૂપિયા ચૂકવવા પડ શે. ટ્રક ચાર કલાક પાર્ક કરવા માટે ૨૦૦ રૂપિયા અને ૨૪ કલાક પાર્ક કરવા માટે ૧,૨૦૦ ચૂકવવા પડશે. ટુ-વ્હીલર પાર્ક કરવા માટે ૪ કલાકના ૧૦૦ રૂપિયા જ્યારે ૨૪ કલાક પાર્ક કરવા માટે ૬૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવશે.

પહેલી એપ્રિલથી લાગૂ થનારા ભાવ પ્રત્યે વાહન ચાલકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. આ મામલે અદાણી જૂથના અધિકારીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પાર્કિંગ ચાર્જમાં વધારો થવાની સાથે સાથે સુવિધા પણ વધારવામાં આવશે. વાહન પાર્કિંગ એરિયામાં સુરક્ષા વધારો કરાશે.
આ ઉપરાંત પાર્કિંગની સાફ-સફાઈ કરવામાં આવશે. ઓટો પાર્કિંગ માટે આરસીસી પાર્કિંગ તૈયાર કરાશે. અહીં બેસવા માટે સેડ પણ તૈયાર કરશે. આ ઉપરાંત એરપોર્ટ પર વાહન ક્યારે આવ્યું અને ક્યારે નીકળ્યું તેનો રેકોર્ડ ૬ મહિના સુધી સાચવી રાખવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.