ખાનગી કોવીડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યામાં વધારો
અમદાવાદ શહેરની ખાનગી કોવીડ હોસ્પિટલમાં જુદા જુદા પ્રકારના કુલ ૬૮ ટકા જેટલા બેડ ખાલી પડ્યા છે
અમદવાદ: ગુજરાતમાં હવે ધીમે ધીમે કોરોના કહેર ઓછો થતો જાય છે. સતત દિવસે ને દિવસે કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે અને રિકવરી રેટમાં વધારો થતો જાય છે. જેના પરિણામ સ્વરૂપે અમદાવાદ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યામાં ધરખમ વધારો જાેવા મળી રહ્યો છે. અમદાવાદની ખાનગી કોવીડ હોસ્પિટલમાં જુદા જુદા પ્રકારના કુલ ૬૮ ટકા જેટલા બેડ ખાલી પડ્યા છે. ખાનગી કોવીડ હોસ્પિટલમાં આવેલા એએમસી અને ખાનગી ક્વોટા અંતર્ગત ૭૫૭૩ બેડમાંથી ૫૧૪૮ બેડ ખાલી, ૨૪૨૫ બેડ પર દર્દી દાખલ છે. ખાનગી કોવીડ હોસ્પિટલમાં આઈસીયુ વિથ વેન્ટીલેટરના એએમસી ક્વોટામાં ૧૫ બેડ જ્યારે ખાનગી ક્વોટામાં ૪૩ બેડ ખાલી છે.
અમદાવાદમાં આવેલી ૧૭૪ ખાનગી કોવીડ હોસ્પિટલમાં એએમસી ક્વોટા તેમજ ખાનગી ક્વોટામાં કોરોનાની સારવાર અપાઈ રહી છે. ખાનગી હોસ્પિટલમાં એએમસી ક્વોટા અંતર્ગત ૧૦૨૦ બેડ દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. એએમસી ક્વોટાના કુલ ૧૦૨૦ બેડમાંથી ૭૨૨ બેડ ખાલી છે તો ૨૯૮ બેડ ફૂલ થઇ ગયા છે. એએમસી ક્વોટામાં આઈસીયુ વિથ વેન્ટીલેટરના ૨૯ બેડ ખાલી છે જ્યારે ૬૧ બેડ પર કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. એએમસી ક્વોટામાં આઈસીયુ વિથ આઉટ વેન્ટીલેટરના ૧૪૫ બેડ ખાલી છે
જ્યારે ૭૮ બેડ પર દર્દીઓ દાખલ છે. તો આ તરફ એએમસી ક્વોટામાં આઇસોલેશનનો એકમાત્ર બેડ ખાલી છે. એએમસી ક્વોટામાં ૫૪૭ એચડીયુ બેડ ખાલી છે, જ્યારે ૧૫૯ બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે. ખાનગી કોવીડ હોસ્પિટલના ખાનગી ક્વોટામાં ૬૫૫૩ બેડ કોરોનાના દર્દીઓની સારવાર માટે ફાળવવામાં આવ્યા છે. કુલ ૬૫૫૩ માંથી ૪૪૨૬ બેડ ખાલી છે, જ્યારે ૨૧૨૭ બેડ પર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તો આ તરફ ખાનગી ક્વોટામાં આઈસીયુ વિથ વેન્ટીલેટરના ૭૮ બેડ ખાલી છે, તો ૩૪૬ બેડ પર કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. ખાનગી ક્વોટામાં આઈસીયુ વિથ આઉટ વેન્ટીલેટરના ૪૦૧ બેડ ખાલી છે અને ૫૬૬ બેડ પર દર્દીઓ દાખલ છે.