ખાનગી ડોક્ટરોની ભલામણથી ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવી શકાશે
૧૪૦૦ ડોક્ટરોને કોરોના ટેસ્ટની મંજૂરી-રૂપાણી સરકારનો નિર્ણયઃ
બેફામ ચાર્જ ઉધરાવતી ખાનગી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરાશેઃ નીતિન પટેલ
અમદાવાદ, ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. મે અને જૂનમાં એક નવો રેકોર્ડ બન્યો છે. હાલમાં સૌથી મોટી સમસ્યા હોય તો ટેસ્ટીંગની છે. ગુજરાત સરકાર પર ઓછા ટેસ્ટ કરવા મામલે પસ્તાળ પડી રહી છે ત્યાં આજે રૂપાણી સરકારે એક સૌથી મોટી રાહત જાહેર કરી છે. રાજ્યમાં કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા લોકો માટે રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે. શુક્રવારથી એમડી અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ભલામણના આધારે દર્દીઓ કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે અમદાવાદમાં કોરોનાને કારણે સ્થિતિ ગંભીર બની છે પરંતુ ૧૦ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. નીતિન પટેલે જણાવ્યું કે અત્યાર સુધી કોરોનાના દર્દીઓને ટેસ્ટ કરાવવા માટે રાહ જોવી પડતી હતી પરંતુ સરકારે કોરોનાના ટેસ્ટની વ્યવસ્થા વધુ સરળ બનાવી છે.
હવે એમડી અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ભલામણના આધારે દર્દીઓ ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. કુલ ૧ હજાર ૪૦૦ જેટલા ખાનગી ડોક્ટર્સ જેમનામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા હોય તેવા દર્દીઓને કોરોના ટેસ્ટ માટે ભલામણ કરી શકશે. જે બાદ ડોક્ટરો ઇમેઇલ દ્વારા તંત્રને જાણ કરશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફરી એક વખત કોરોનાની મહામારી વચ્ચે પણ દર્દીઓ પાસેથી બેફામપણે ઉઘાડી લૂંટ ચલાવતી ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપી છે.
નીતિન પટેલે જણાવ્યું કે અનેક ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવારના નામે મસમોટા બિલ બનાવે છે. અને દર્દીઓના સ્વજનોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવે છે. અનેક હોસ્પિટલો આ પ્રકારે ચાર્જના નામે ખોટા બિલ બનાવતી હોવાની અનેક ફરિયાદો સરકારને મળી છે.
રાજ્યમાં કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા લોકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. શુક્રવારથી એમડી અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ભલામણના આધારે દર્દીઓ કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે અમદાવાદમાં કોરોનાને કારણે સ્થિતિ ગંભીર બની છે. હાલ કોરોનાની ગંભીર સ્થિતિએમડી અને સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો કોરોનાના ટેસ્ટ માટે ભલામણ કરી શકશે. ભલામણના આધારે ખાનગી લેબોરેટરીમાં પણ દર્દીઓ ટેસ્ટ કરાવી શકશે
૧૪૦૦ ખાનગી ડોક્ટર્સ ભલામણ કરી શકશે પરંતુ ૧૦ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. નીતિન પટેલે જણાવ્યું કે અત્યાર સુધી કોરોનાના દર્દીઓને ટેસ્ટ કરાવવા માટે રાહ જોવી પડતી હતી. પરંતુ હવે એમડી અન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ભલામણના આધારે દર્દીઓ ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. કુલ ૧,૪૦૦ જેટલા ખાનગી ડોક્ટર્સ જેમનામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા હોય તેવા દર્દીઓને કોરોના ટેસ્ટ માટે ભલામણ કરી શકશે.
જે બાદ ડોક્ટરો ઇમેઇલ દ્વારા તંત્રને જાણ કરશે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને નાયાબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે કોરોનાની સ્થિતિ દેશ દુનિયામાં ગંભીર છે. તેમણે જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં પણ કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
તેમણે કોરોના ટેસ્ટિંગ માટે જણાવ્યું હતું કે રાજ્યમાં શંકાસ્પદ જણાતા વ્યક્તિઓ જેમનો ટેસ્ટ કરવો જરૂરી છે તે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવી શકશે. સાથે જ સરકારના ડેટા માટે તેમની માહિતી તેમણે સરકારને મોકલવાની રહેશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે તેના માટે ૧૦ ડોક્ટરની ટીમો માર્ગદર્શન આપવા માટે નિમવામાં આવી છે. નીતિન પટેલે જણાવ્યું કે અમદાવાદમાં ૧૪૦૦ ડોક્ટર્સ પાસે દર્દીઓ તપાસ કરવી શકશે. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ દર્દી ડોક્ટરની ભલામણ દ્વારા ખાનગી લેબમાં તેમનો કોરોના ટેસ્ટ કરાવી શકશે. તેમણે ખાનગી હોસ્પિટલોને ચેતાવણી આપતા જણાવ્યું હતું કે જે ખાનગી હોસ્પિટલ વધારે ચાર્જ વસુલે છે તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.