Western Times News

Gujarati News

ખાનગી મિલ્કતના હોડીંગ્સની લાઈસન્સ ફી પેટે રૂ.એક કરોડની રીકવરી બાકી

પ્રતિકાત્મક તસવીર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરની ખાનગી મિલ્કતો પર મુકવામાં આવતા જાહેરાતના હોડીંગ્સ પેટે મનપા દ્વારા લાઈસન્સ ફી લેવામાં આવે છે. પરંતુ મ્યુનિ. એસ્ટેટ ખાતા દ્વારા ઘણા સમયથી લાઈસન્સ ફીની વસુલાત કરવામાં આવી નથી. જેની મ્યુનિ. ઓડીટ વિભાગે ગંભીર નોધ લીધી છે.

ખાનગી મિલ્કતો પર મુકવામાં આવતા હોડીંગ્સ પેટે જે તે એડવટાઈઝીંગ કંપની પાસેથી લાઈસન્સ ફી લેવા માટે મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીએ ઓકટોબર ર૦૧૩માં ઠરાવ કર્યો હતો. પરંતુ એસ્ટેટ ખાતા દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે ર૦૧૪-૧પ ના વર્ષ દરમ્યાન માત્ર નવા પશ્ચિમઝોનમાં જ રૂ.એક કરોડ કરતા વધુ રકમની રીકવરી કરવાની થઈ હતી. મ્યુનિ. ઓડીટ વિભાગે (AMC audit department) આ અંગે ગંભીરનોધ લઈ વાંધા રજુ કર્યા છે.

સેલવેલ મીડીયા 

રૂ.૧૩.પ૭ લાખ 

અક્ષર એડવર્ટાઈઝીંગ 

રૂ.પ.૬૩ લાખ

ચિત્રા પબ્લીસીટી 

રૂ.૯.૭૮ લાખ 

એવરેસ્ટ આઉટડોર 

રૂ.૧૬.૧૮ લાખ

કિષ્ના કોમ્યુનીકેશન 

રૂ.૧૦.૮૮ લાખ

ઓડીટખાતાના વાંધા મુજબ ર૦૧૪-૧પના વર્ષમાં નવા પશ્ચિમઝોનના એસ્ટેટ ઓફીસરે જાહેરાત હોડીગ્સ પેટે રૂ.એક કરોડ સાત હજાર ની લાઈસન્સ ફી વસુલ નથી તેના વ્યાજ પેટે રૂ.૭.૬૭ લાખ પણ લાઈસન્સ ફી ની સાથે વસુલ કરવાના રહે છે. નવા પશ્ચિમઝોન એસ્ટેટ ઓફીસરે ર૦૧૩-૧૪ ની સાલના બાકી લેણા અંગે પણ કોઈ જ સ્વચ્છતા કરી નથી.

ર૦૧૪-૧પના વર્ષમાં ૪૧ કંપનીઓ પાસેથી વ્યાજ સહીત રૂ.૧.૧પ કરોડની વસુલાત કરવાની થાય છે. જેમાં સેલવેલ મીડીયા Selvel Media રૂ.૧૩.પ૭ લાખ અક્ષર એડવર્ટાઈઝીંગ (Akshar Advertising) પાસે થી રૂ.પ.૬૩ લાખ ચિત્રા પબ્લીસીટીના  Chitra Publicity રૂ.૯.૭૮ લાખ એવરેસ્ટ આઉટડોર Averest Outdoor પાસેથી રૂ.૧૬.૧૮ લાખ કિષ્ના કોમ્યુનીકેશન Krishna Communication પાસે રૂ.૧૦.૮૮ લાખ મુખ્ય છે. તેમ મ્યુનિ. ઓડીટ ખાતા વાંધામાં લખવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.