ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ માત્ર ૪૦૦ રૂપિયામાં થશે
ગાંધીનગર: કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ ચૂકી છે અને ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે . તેની વચ્ચે રાજ્યની જનતા માટે સારા સમાચાર છે સરકાર દ્વારા ટેસ્ટિંગ કિટની કિંમતોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે,તથા આરટીપીસીઆર ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆરના ચાર્જમાં આ સરકાર દ્વારા ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
અગાઉ ખાનગી લેબોરેટરીમાં આરતી પીસીઆર ટેસ્ટ નો ચાર્જ રૂપિયા ૭૦૦ હતો, જેમાં હવે ૩૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવે આ ટેસ્ટ માટેનો ચાર્જ રૂપિયા ૪૦૦ થશે.આ ઉપરાંત વધુમાં નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કેએરપોર્ટ પર રૂપિયા૨૭૦૦માં ટેસ્ટ થશે.એરપોર્ટ પર વિદેશીઓના ટેસ્ટ થાય છે જે ખાનગી લેબોરેટરી દ્વારા કરવામાં આવે છે.તેની કિંમતમાં પણ રૂપિયા ૧૩૦૦નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘરેથી સેમ્પલ લેવાનો ચાર્જ પણ ઘટાડવામાં આવ્યો છે.ઘરેથી સેમ્પલ લેવાનો દર રૂપિયા૯૦૦ હતો,જેને ઘટાડી અને રૂપિયા૫૫૦ કરવામાં આવ્યો છે.