ખાનગી લેબોરેટીઓએ આરટીપીસીઆર ટેસ્ટ બંધ કર્યા
(દેવેન્દ્ર શાહ દ્વારા)દેશભરમાં કોર્પોરેશન બીજી લહેર વધુ ખતરનાક સાબિત થઈ રહી છે. કોરોના સંક્રમણને નિમંત્રણમાં લેવા માટે વિવિધ રાજ્ય સરકારે આરટી પીસીઆર. ટેસ્ટ ફરજીયાત કર્યા છે. જેના કારણે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ માટે ઘસારે વધી ગયો છે. તથા પરિણામ માં વિલંબ થઈ રહ્યા છે. જેના કારણે શનિવારે ખાનગી લેબોરેટરીઓ દ્વારા આરટીપીસીઆર ના સેમ્પલ લેવામાં આવ્યા ન હોવાથી ચોકવાનારી વિગતો બહાર આવી છે.
રાજ્યમાં કોરોનાનો નવો સ્ટ્રેન વધુ ખતરનાક હોવાના અહેવાલના પગલે નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૫૦ કરતા વધુ સ્થળે એન્ટીજન ટેસ્ટ માટે ડોમ ઉત્પા કરવામાં આવ્યા છે. પરંતુ એન્ટીજન ટેસ્ટ ના પરિણામ વિશ્વસનીય ન હોવાથી ખાનગી તબીબો આરટી પીસીઆ ટેસ્ટ માટે દબાણ કરે છે. જ્યારે વિવિધ રાજ્ય સરકારે પણ પ્રવેશ માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત પણ કર્યા છે. જેના કારણે ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે પડાપડી થઈ રહી છે.
ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ ટેસ્ટની સંખ્યામાં વધારો થયો હોવાથી હોદ્દાના પરિણામ ૧૨ કે ૨૪ કલાકના બદલે ત્રણથી ચાર દિવસે આપવાના વાયદા થઈ રહ્યા છે. આરટીપીસીઆર ના પરીણામમાં વિલંબ થવાના કારણે ખાનગી લેબોરેટરીઓ દ્વારા શનિવાર સવારથી જ આરટીપીસીઆરના સેમ્પલ લેવામાં આવ્યા નથી. લેબમાં કામ કરતા એક ટેકનીશયલ ના જણાવ્યા મુજબ હાલ સરેરા કરતા ચાર ણા સેમ્પલ ટેસ્ટીંગ માટે આવ્યા છે. તેનો નિકાલ ન થાય ત્યાં સુધી નવા સેમ્પલ લેવા યોગ્ય નથી. દર્દીના સેમ્પલ લીધા બાદ ચાર-પાંચ દિવસ પરીણામ આપવાનો કોઈ અર્થ રહેતો નથી.
તેથી એક-બે દિવસ સેમ્પલીંગ બંધ કરી જુના સેમ્પલ નો નિકાલ કરવા નિર્ણય કર્યો છે. નોંધનીય બાબત એ છે કે રાયના પાટનગરના પણ આરટીપીસીઆર. ના સેમ્પલ લેવાના બંધ કરવામાં આવ્યા છે. ગાંધીનગર ની લેબોરેટરીઓ દ્વારા સેમ્પલ લીધા બાદ તેને પરીક્ષણ માટે અમદાવાદ જ મોકલવામાં આવી રહ્યા છે ેના કારણે પણ અમદાવાદની લેબોરેટરીમાં આરટીપીસીઆર ના સેમ્પલની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું સુત્રોએ વધુમાં ણાવ્યુ છું.