Western Times News

Gujarati News

ખાનગી વાહન કે એમ્બ્યુલન્સમાં આવતા ગંભીર દર્દીઓને પણ દાખલ કરો ઃ એનએસયુઆઇની વિનંતી

અમદાવાદ: ગુજરાતમાં જાણે કોરોનાની સુનામી આવી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ શહેરની જ વાત કરીએ તો સરકારી હોસ્પિટલોમાં ૧૦૮ મારફતે આવનારા દર્દીઓને જ દાખલ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ૧૦૮માં ૧૨-૧૨ કલાક લાંબું વેઈટિંગ છે, અમુક કિસ્સાઓમાં તો ૨૪ કલાકે દર્દીને ૧૦૮ની સેવા મળી છે. એવામાં ગંભીર સ્થિતિમાં હોય તેવા ખાનગી વાહન કે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચતા દર્દીઓને સમયસર સારવાર ન મળવાના અભાવે મોત થવાના મામલા પણ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશના એનએસયુઆઇના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ૧૦૮ સિવાય અન્ય ખાનગી વાહનમાં આવતા દર્દીઓને પણ એડમિટ કરાય તેવી વિનંતી કરી છે.

ગૌરાંગ મકવાણાએ પત્રમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને લખ્યું છે કે, હાલની કોરોનાની મહામારીની બીજી લહેરમાં ગુજરાતનું અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય તેવી હાલત થઈ રહી છે. ઓક્સિજન ન મળવાના કારણે તો ક્યાંક દવાખાનામાં જગ્યાના અભાવે દર્દી મૃત્યુ પામી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૦૮ને પ્રાધાન્ય આપવાના કારણે કેટલાય દર્દીઓના જીવ જાેખમાઈ રહ્યા છે. ૧૦૮માં ૧૨-૧૨ કલાકનું વેઈટીંગ હાલની પરિસ્થિતિને કારણે સર્જાયું છે.

ગઈકાલે જ ય્સ્ડ્ઢઝ્રમાં નવી બનેલી કોવિડ હોસ્પિટલ બહાર એક દર્દીનું મૃત્યું થયું, જેનું કારણ દર્દી ખાનગી વાહનમાં આવ્યું હોવાનું હતું. પત્રમાં વધુમાં કહેવાયું છે કે, હાલની પરિસ્થિતિને જાેતા મારી આપને વિનંતી છે કે ગંભીર દર્દીઓને ખાનગી વાહન કે એમ્બ્યુલન્સમાં તાત્કાલિક પ્રવેશ આપી તેની સારવાર હાથ ધરવામાં આવે. જેથી કરી વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકીએ. અમારી માંગણી પર ત્વરિત વિચાર કરી અમલ કરવામાં આવે તેવી આગ્રહ ભરી વિનંતી.

બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતાં હવે ૧૦૮ એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં દાખલ થવાના કોલમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાંથી ૧૦૮ને મળતાં ઇમરજન્સી કોલ્સનો આંકડો ૭થી ૮ હજારથી વધીને ૪૦થી ૫૦ હજારે પહોંચ્યો છે, જેથી જાે એક વ્યકિત ૧૦૮ને પાંચ વાર ફોન કરે તો પણ અંદાજે ૧૦ હજાર લોકો હોસ્પિટલમાં દાખલ થવા માટે એમ્બ્યુલન્સની રાહ જાેઇ રહ્યાં છે. જેમાં દર્દીને હોસ્પિટલમાં ૧૦૮ દ્વારા લવાયેલા દર્દીને જ દાખલ કરવાની કોર્પોરેશની નીતિ તેમજ ૭૦ ટકા દર્દીને અમદાવાદની ૧૨૦૦ બેડમાં ધકેલાતા હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઇનો ખડકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.