ખાનગી શાળાઓમાં ફીમાં ૭ ટકા વધારાને મંજૂરી અપાઇ
રાજકોટ, રાજકોટમાં વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં રાહત મળે તે માટે સરકારે FRCનું ગઠન કર્યુ છે.જાેકે સરકારની આ FRCના નિયમોને સ્કૂલ સંચાલકો નેવે મુકી રહ્યા છે.FRC ફીના માળખા અને ધારાધોરણો તો નક્કી કરે છે પરંતુ મધ્યમવર્ગની જનતાને શાળાઓની મોટી વસુલાત સામે પિસાવાનો વારો આવે છે.
રાજકોટમાં ખાનગી શાળાઓમાં ફી વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે જેનો માર મોંઘવારીમાં પિસાતા વાલીઓ પર પડવાનો છે.૨ વર્ષથી નવરાધૂપ બેસી રહેલા શાળા સંચાલકો સ્કૂલ ફીમાં વધારો કરવા FRCને ભલામણ પર ભલામણ કરી રહ્યા છે. આખરે સરકાર, FRC કમિટી અને સંચાલકોની બેઠકો થાય છે જેમાં વાલીનું પ્રતિનિધિ મંડળ પણ હાજર હોય છે પણ છેલ્લે તો એક જ ર્નિણય આવે છે.
ફી વધારો એ ભલેને પછી થોડો હોય એવી રીતે આજે . રાજકોટના ખાનગી સંચાલકોના શાળાના પ્રતિનિધિ મંડળ દ્વારા FRC સમક્ષ ફી વધારાની રજૂઆત મૂકવામાં આવી હતી. છેલ્લા ૩ વર્ષથી કોરોના કાળમાં ફી ન વધારી હોવાનો કારણ આગળ ધરી આ માટે ભલામણ કરવામાં આવી હતી.
પણઆજે રાજકોટના ખાનગી સંચાલકોની આ રજૂઆતને FRCએ સ્વીકારી લીધી છે. ૩૦૭ ખાનગી શાળાઓ ૭ ટકા વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. થોડા જ સમયમાં શરૂ થતાં નવા સત્રમાં આ ફી વધારો ખાનગી શાળાઓમાં લાગુ કરી દેવામાં આવશે જેનું ભારણ વાલીઓ પર પડવાનું નક્કી છે.ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ફી નિયંત્રણ મુદ્દે એફઆરસી ફી નિયમન અમલ માં મુકવામાં આવ્યો છે.
પરંતુ ખાનગી શાળા ના સંચાલકો દ્વારા નિયત કરવા માં આવેલા નિયમો ની અવગણના કરવામાં આવ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગે નિયત કરવા માં આવેલા એફઆરસી ફી ના ધારાધોરણ મુજબ ફી અંગે દરેક ખાનગી શાળાઓએ એફિડેવિટ કરવા નું હોય છે.પણ તેમાંય સંચાલકો છટકબારી શોધી લે અને નિયમ મુજબ એફિડેવિટ કરવામાં પણ બાંકોરા પાડે છે તેવા કેટલાય કિસ્સાઓ બની ચૂક્યા છે.SS3KP