ખાનગી શાળામાં મુસ્લિમ શિક્ષકે હિન્દુ શિક્ષિકા પર બળાત્કાર ગુજારતાં ફરિયાદ
ગોધરા,ગોધરાની એક ખાનગી શાળામાં ફરજ બજાવતા મુસ્લિમ શિક્ષકે હિન્દુ શિક્ષિકાના ફોટા સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કરી મહિલા શિક્ષિકા ને બદનામ કરવાની ધમકી આપી તેના દીકરા તેમજ ખાનદાન ને જાન થી મારી નાખવાની ધમકીઓ આપી મહિલા શિક્ષિકાની મરજી વિરુદ્ધ મુસ્લિમ શિક્ષકે અવાર – નવાર શારીરિક સબંધ બાંધી બળાત્કાર ગુજારતા આ બનાવ અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મુસ્લિમ શિક્ષક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી.
એક દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ગોધરા ખાતે આવેલી એક ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સોહેબ અખ઼ર ઈમ્તિયાઝમીયા શેખ રહે , શેખ ફળિયું હાટડી ચોક વાડદ તા , ઠાસરા જી , ખેડા નાઓએ ફંક્શનોના કામ દરમ્યાન કોઈપણ રીતે હિન્દુ મહિલા શિક્ષિકાના ફોટા અને વિડિઓ પડી લઈ અને તેને એડિટ કરી સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કરી મહિલા શિક્ષિકાને બદનામ કરવાની ધમકી આપી તેના દીકરા તેમજ ખાનદાનને જાન થી મારી નાખવાની ધમકી આપી.
મહિલા શિક્ષિકાની મરજી વિરુદ્ધ અવાર – નવાર શારીરિક સબંધ બાંધી આ મુસ્લિમ શિક્ષકે મહિલા શિક્ષિકા સાથે સબંધ રાખવા દબાણ કરી જાન થી મારી નાખવાની ધમકીઓ આપતા મુસ્લિમ શિક્ષકે તું મારી સાથે સબંધ નહિ રાખે તને અને તારા છોકરા ને ઉઠાવી જઈશ. તેવી અવાર – નવાર ધકીઓ આપી તેમજ તારા ખાનદાન ને જાનથી મારી નાખીશ તેમજ તારા મોઢા પર એસિડ ફેંકી દઈશ તારો છોકરો જે સ્કૂલમાં ભણે છે તેને પણ ઉઠાવીને મારી નાખીશ તારે મારી પાસે જ આવું પડશે.
તેમ કહી અનેક વખત મહિલા શિક્ષિકા સાથે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતા આ બનાવ અંગે હિંમતભેર મહિલા શિક્ષિકાએ મુસ્લિમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું જાણવા મળે છે વિદ્યા ના ધામમાં આ પ્રકારનો કિસ્સો સામે આવતા શિક્ષક આલમમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે .