Western Times News

Gujarati News

ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં ધારાસભ્ય- કોર્પોરેટર બજેટ ફાળવી શકશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરની ખાનગી સોસાયટીઓમાં આરસીસી રોડ અને ડ્રેનેજના કામો માટે ર૦૧રની સાલથી જનભાગીદારી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં જે તે કામ માટે ૭૦ ટકા રકમ રાજય સરકાર ર૦ ટકા રકમ લાભાર્થી અને ૧૦ ટકા રકમ મ્યુનિ. કોર્પો. દ્વારા ખર્ચ કરવામાં આવતી રહી છે. છેલ્લા કેટલાક સમયથી લાભાર્થીઓના ફાળા નિયમિત ન મળવાના કારણે કે અન્ય કોઈ કારણોસર સદ્‌ર યોજનાના કામો અટવાતા રહયા છે તેથી મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ધારાસભ્યો કે કોર્પોરેટરો પણ બજેટ ફાળવી શકે તે માટે ખાસ ઠરાવ કરવામાં આવ્યો છે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી થતા વિકાસના કામોમાં ઝડપ આવે અને વધુમાં વધુ સોસાયટીઓ તેનો લાભ મેળવી શકે તે માટે લાભાર્થીના ર૦ ટકા પૈકી ૧૦ ટકા રકમ ધારાસભ્ય અથવા મ્યુનિ. કાઉન્સીલ બે પૈકી કોઈપણ એકની ગ્રાન્ટમાંથી ખર્ચ થઈ શકશે જયારે બાકીના ૧૦ ટકા સોસાયટી દ્વારા ચુકવવાના રહેશે. સદ્‌ર યોજનામાં ૭૦ ટકા રકમ રાજય સરકાર અને ૧૦ ટકા રકમ અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા આપવામાં આવશે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં બોડકદેવ વોર્ડમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલના ભાડા દર નકકી કરવામાં આવ્યા છે તેમજ શહેરમાં બાયોમાઈનીંગ પ્રોજેકટ માટે જરૂરી હેવી મશીનો ભાડે મેળવવાના કામને પણ મંજુરી આપવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાની ગ્રાંટમાંથી ૭૦ઃર૦ઃ૧૦ યોજના અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીના કામો પણ કરવામાં આવ્યા છે જેના માટે સરકાર દ્વારા પ૩૭.રપ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે સદ્‌ર ગ્રાંટમાંથી આરસીસી રોડ, લાઈટ અને ડ્રેનેજના કુલ ૯૮૦૮ કામો કરવામાં આવ્યા છે જેનો કુલ ખર્ચ ૯ર૩.૮૩ કરોડ થયો છે. જનભાગીદારી યોજનામાં ૯૩૧૩ કામ પુરા થયા છે જે પેટે રૂા.પ૪૩.૩પ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જયારે ૧૯૦ કામ હાલ પ્રગતિમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.