Western Times News

Gujarati News

ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે

Files Photo

ચેન્નાઈ: તમિલનાડુના સીએમ બન્યા બાદ કલાકોમાં જ એમ.કે. સ્ટાલિને પાંચ મહત્વના ર્નિણય લીધા છે. જેમાં રાશન કાર્ડ ધરાવતા પરિવારોને ચાર હજાર રુપિયાની રોકડ સહાય, ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા લોકોની ટ્રીટમેન્ટનો ખર્ચ સરકાર આપશે તેવા બે મોટા ર્નિણયોનો સમાવેશ થાય છે. તમિલનાડુમાં તાજેતરમાં જ થયેલી વિધાનસભામાં સ્ટાલિના પક્ષ ડીએમકેએ પોતાના પ્રતિસ્પર્ધી એવા એઆઈએડીએમકેને હરાવીને સત્તા હસ્તગત કરી છે.

સત્તામાં આવ્યાના ગણતરીના સમયમાં જ સ્ટાલિને ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન પૂરા કરવા કામગીરી શરુ કરી દીધી છે. કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યોમાં તમિલનાડુનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ લોકો મોટી સંખ્યામાં કોરોનાની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. તેવામાં સીએમે આદેશ કર્યો છે કે, રાજ્ય સરકારની હેલ્થ ઈન્શ્યોરન્સ યોજનાના લાભાર્થીઓનો પ્રાઈવેટ હોસ્પિટલમાં થયેલો તમામ ખર્ચ સરકાર ભોગવશે.

સ્ટાલિને ચૂંટણી ઢંઢેરામાં જ વચન આપ્યું હતું કે જાે તેમની સરકાર આવશે તો રાશનકાર્ડ ધારકોને સરકાર મહિને ચાર હજાર રુપિયાની રોકડ સહાય કરશે. આ વચનને પૂરું કરતાં તેમણે તમામ લાભાર્થીઓને બે હજાર રુપિયાનો પહેલો હપ્તો ચૂકવી દેવા માટે આદેશ કર્યો છે. જેના માટે સરકાર ૪,૧૫૩ કરોડ રુપિયાનો ખર્ચ કરશે. આ ઉપરાંત, સ્ટાલિને દૂધના ભાવમાં પણ પ્રતિ લિટર રુ. ત્રણનો ઘટાડો જાહેર કર્યો છે, જેનો અમલ ૧૬ મેથી શરુ થશે.

પોતાના ચૂંટણી વચન પૂરા કરતાં સ્ટાલિને શહેરી વિસ્તારોમાં મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરશે તેવી પણ જાહેરાત કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન્સને તેના માટે ૧૨૦૦ રુપિયાની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત પબ્લિકના કોઈપણ પ્રશ્નનું ૧૦૦ દિવસમાં સમાધાન લાવવા માટે પણ તેમણે એક ડિપાર્ટમેન્ટ બનાવવાની જાહેરાત કરી છે. આ ડિપાર્ટમેન્ટનું નામ ‘સીએમ આપના મતવિસ્તારમાં’ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.