Western Times News

Gujarati News

ખાનગી હોસ્પિટલમાં ભારણ ઘટાડવા નવી ગાઈડલાઈન

Files Photo

AMC સંપાદિત ખાનગી હોસ્પિટલો માટે પગલું

સરકારી હોસ્પિટલનો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંપાદિત ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. કેટલાય પૈસાદાર લોકો પણ છસ્ઝ્ર સંપાદિત હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે દાખલ થતા હોય છે. ત્યારે કોર્પોરેશનની તિજાેરી પર ભારણ ન વધે તે માટે છસ્ઝ્ર દ્વારા નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. સ્ટેડિંગ કમિટીની ઓનલાઈન બેઠકમાં ભાજપના સભ્ય મહેન્દ્ર પટેલે અર્બન હેલ્થ સેન્ટરમાં નવું ફોર્મ આવ્યું હોવાની અને નામ-સરનામાં ઉપરાંત મકાન અને ગાડીની વિગતોની માહિતી માંગવામાં આવી હોવાની રજૂઆત કરીને તેના પાછલના કારણ માંગ્યા હતા.

જાેકે, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે જણાવ્યું હતું કે, હાલ એસવીપી અને સિવિલ હોસ્પિટલમાં બેડ ખાલી હોવાથી કોઈ પણ દર્દી ત્યાં સારવાર માટે એડમિટ થઈ શકે છે. અમદાવાદમાં પણ ધીમે ધીમે ફરીથી કેસ વધી રહ્યા છે પરંતુ સામે ડિસ્ચાર્જ છતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૮૭ નવા કેસ નોંધાયા છે

જ્યારે ૧૮૯ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ જિલ્લામાં ૨૩ કેસ નોંધાયા છે અને ૧૪ દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત અમદાવાદમાં ચાર અને અમદાવાદ જિલ્લામાં એક વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થતાં તંત્ર દ્વારા શહેરના જુદા-જુદા ૧૭ વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ૧૦ વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની યાદીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. નવા ૧૭ વિસ્તાર સાથે હવે શહેરમાં કુલ માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનની સંખ્યા ૨૨૫ થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.