ખાનગી હોસ્પિટલમાં મા-વાત્સલ્ય કાર્ડથી કોરોનાની સારવાર થશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/3-1024x768.jpg)
પ્રતિકાત્મક
ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં એવો મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે કે, મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે. તેવા પરિવારોમાં જાે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના ૫૦૦૦ સુધીની મર્યાદામાં ૧૦ દિવસના પચાસ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે.
મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ ૧૦ મી જુલાઈ ૨૦૨૧ સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો ર્નિણય કરીને કોરોનાની સારવારના ખર્ચમાં મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓની પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં તેમની કપરી સેવા- કામગીરીને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ સંવેદનશીલ ર્નિણય કોર કમિટીની બેઠકમાં કર્યો છે.
મુખ્યમંત્રી એ સ્મશાનગૃહના આવા કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ ૧ એપ્રિલ ૨૦૨૦ની અસરથી આપવાનો ર્નિણય કર્યો છે. રૂપાણી એ આ અદના કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને એવો પણ ર્નિણય કર્યો છે કે સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા ૨૫ લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે.