Western Times News

Gujarati News

ખાનગી હોસ્પિટલ્સમાં કોરોનાની રસીની કિંમત છ ગણી વધી ગઈ

Files Photo

નવી દિલ્હી: ભારતમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની રસીની કિંમત ૬ ગણી વધી ગઈ છે. પહેલા સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ની કોવિશીલ્ડ વેક્સીન ૨૫૦ રુપિયામાં મળતી હતી અને હવે તેના માટે ૭૦૦થી ૯૦૦ રુપિયા વસૂલવામાં આવી રહ્યા છે. આ જ રીતે ભારત બાયોટેકની રસી કોવેક્સિન માટે પ્રાઈવેટ હોસ્પિટલ ૧૨૫૦થી ૧૫૦૦ રુપિયા વસૂલે છે. કોવિન વેબસાઈટ મુજબ પ્રાઈવેટ સેક્ટરના મોટા કોર્પોરેટ હોસ્પિટલ ગ્રુપ વેક્સીનેશનમાં જાેડાયા છે. જેમાં અપોલો, મેક્સ, ફોર્ટિસ અને મનિપાલનો સમાવેશ થાય છે.

મોટાભાગના દેશોમાં કોરોનાની રસી મફતમાં લગાવવામાં આવી રહી છે. પરંતુ ભારત એવા કેટલાક દેશોમાંથી એક છે જ્યાં રસી માટે લોકોએ પોતાનું ખિસ્સું ઢીલું કરવું પડે છે. સાથે જ ભારતનો એ દેશોમાં સમાવેશ થાય છે જ્યાં પ્રાઈવેટ સેક્ટરમાં વેક્સીનની કિંમત સૌથી વધુ છે. દેશમાં પ્રાઈવેટ સેક્ટરમાં વેક્સીનની કિંમત સૌથી વધારે છે. દેશમાં પ્રાઈવેટ સેક્ટર હોસ્પિટલમાં કોવિશીલ્ડ વેક્સીન લગાવવાનો ખર્ચ લગભગ ૧૨ ડૉલર અને કોવેક્સિન લગાવવાનો ખર્ચ લગભગ ૧૭ ડૉલર છે.
શરુઆતમાં કેન્દ્ર સરકારે ૧૫૦ રુપિયા પ્રતિ ડોઝના હિસાબે બન્ને વેક્સીન ખરીદી હતી અને તેને સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં મોકલી હતી. ખાનગી હોસ્પિટલોને ૧૦૦ રુપિયા વેક્સીનેશન ચાર્જ વસૂલવાની મંજૂરી આપવામાં આવી હતી.

પ્રાઈવેટ હોસ્પિટલ્સ એ વાત સાથે સહમત હતી કે ૧૦૦ રુપિયામાં રસી લગાવવાની કિંમત આવી જશે. પરંતુ હવે હોસ્પિટલો પ્રતિ ડોઝ ૨૫૦થી ૩૦૦ રુપિયા વેક્સીનેશન ચાર્જ વસૂલી રહ્યા છે. મેક્સ હોસ્પિટલનાના એક પ્રવક્તાએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, “જીએસટી અને ટ્રાન્સપોર્ટેશન તથા સ્ટોરેજ કોસ્ટ સાથે કોવિશીલ્ડની કિંમત ૬૬૦થી ૬૭૦ રુપિયા થાય છે. જેમાંથી ૫-૬% વેક્સીન તૂટી-ફૂટી જવાના કારણે નુકસાન થાય છે. આ રીતે પ્રતિ ડોઝ વેક્સીનની કિંમત ૭૧૦થી ૭૧૫ રુપિયા થાય છે. તેમણે કહ્યું કે વેક્સીન લગાવવાના ચાર્જમાં હેન્ડ સેનિટાઈઝર,સ્ટાફ, પીપીઈ કિટ, બાયોમેડિકલ વેસ્ટ, ડિસ્પોઝલ વગેરે ખર્ચાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેની કિંમત ૧૭૦થી ૧૮૦ રુપિયા થાય છે. આ રીતે વેક્સીનનો પ્રતિ ડોઝ ૯૦૦ રુપિયા થાય છે.

મેક્સ હોસ્પિટલમાં કોવિશીલ્ડ વેક્સીનની કિંમત પ્રતિ ડોઝ ૯૦૦ રુપિયા છે, જ્યારે અપોલો હોસ્પિટલમાં તેની કિંમત ૮૫૦ રુપિયા વસૂલાય છે. આ રીતે મનિપાલમાં કોવેક્સિનના એક ડોઝની કિંમત ૧૩૫૦ રુપિયા છે જ્યારે ફોર્ટિસ હોસ્પિટલમાં તેની કિંમત ૧૨૫૦ રુપિયા થાય છે. બેંગ્લુરુના બીજીએસ ગ્લેનેજેસ હોસ્પિટલ અને કોલકાતાની ગ્લેનેજેસમાં કોવેક્સીનના એક ડોઝની કિંમત ૧૫૦૦ રુપિયા છે.

એ સ્પષ્ટ નથી કે હોસ્પિટલોની વેક્સીન ખરીદવાની કિંમત એટલે જ છે કે નહીં કે જેટલી વેક્સીન બનાવનારી કંપનીઓએ જાહેર કરી છે? ભારત બાયોટેક ખાનગી હોસ્પિટલો માટે વેક્સીનની કિંમત ૧૨૦૦ રુપિયા અને જીૈંૈંએ ૬૦૦ રુપિયા રાખી છે. રાજ્યોને તેનાથી અડધી કિંમતે વેક્સીન આપવામાં આવી રહી છે. પબ્લિક હેલ્થ એક્ટિવિસ્ટ્‌સનું માનવું છે કે કિંમતોમાં ભારે અંતરથી ખાનગી ક્ષેત્ર માટે વેક્સીનની આપૂર્તિ વધારે થઈ શકે છે, કારણ કે તેનાથી વેક્સીન કંપનીઓને વધારે ફાયદો થશે.
ઘણાં રાજ્યોની સરકારો ફરિયાદ કરી રહી છે કે વેક્સિનેશન માટે તેમની પાસે પૂરતા પ્રમાણમાં વેક્સીન નથી. દિલ્હીમાં રોજની એક લાખ વેક્સીન લગાવવામાં આવી રહી છે.

દિલ્હીના મુખ્યમંત્રીનું કહેવું છે કે તેમની પાસે માત્ર ૪-૫ દિવસનો સ્ટોક બચ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શનિવારે કહ્યું હતું કે જીૈંૈંના સીઈઓએ જણાવ્યું હતું કે કંપની ૨૬ મે સુધી રાજ્યોને કોવિશીલ્ડની આપૂર્તિ નથી કરી શકતી. તેલંગાણામાં વેક્સીનની અછતના કારણે રાજ્યમાં માત્ર ૪૫ વર્ષથી વધુની ઉંમરના લોકોને જ રસી આપવામાં આવી રહી છે. કેરળે પણ ફરિયાદ કરી છે કે તેની પાસે માત્ર ૩ લાખ જ વેક્સીન મળી છે, જ્યારે તેની ૧ કરોડ વેક્સીનની માંગ હતી. નાની હોસ્પિટલોને પણ વેક્સીન નથી મળી રહી. ઘણી હોસ્પિટલોએ કોવિશીલ્ડ માટે ઓર્ડર આપ્યો હતો, પરંતુ કંપનીનું કહેવું છે કે તેણે પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારોને આપૂર્તિ કર્યા બાદ ખાનગી હોસ્પિટલોને વેક્સીન આપવાની રજૂઆત કરી છે. કંપનીનું કહેવું છે કે તેમણે હજુ વેક્સીનના ઓર્ડર નથી લીધા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.